કોરોના સામેના જંગમાં જાણીતા ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી વાપરશે 1125 કરોડ

April 01, 2020

નવી દિલ્હી : કોરોના સામેના જંગમાં કોર્પોરેટ જગત પીએમ મોદીની અપીલ બાદ ખુલીને સહાય કરી રહ્યુ છે.

પીએમ કેર્સ ફંડમાં હજારો કરોડ રુપિયાનુ દાન આવી ચુક્યુ છે. આ દરમિયાન દેશના જાણીતા ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીના વિપ્રો ગ્રૂપે કોરોના સામેની લડાઈમાં 1125 કરોડ રુપિયા કરવાનુ એલાન કર્યુ છે. 

જોકે આ ગ્રૂપે પીએમ કેર્સ ફંડમાં દાન આપવાની વાત નથી કરી પણ પોતાના ફાઉન્ડેશન દ્વારા આ કરવાનુ નક્કી કર્યુ છે. કંપનીએ કહ્યુ હતુ કે, કોરોનાના કારણે પેદા થયેલા અભૂતપૂર્વ સંકટને જોતા 1125 કરોડ રુપિયા માનવીય સહાયતા અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા છે.

અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન 1600 કર્મચારીઓની ટીમને કામે લગાડશે.

આ પહેલા ટાટા ગ્રૂપ 1500 કરોડ અને રિલાયન્સ ગ્રૂપ 500 કરોડની સહાયનુ એલાન કરી ચુક્યુ છે. આ સિવાય અદાણી વેદાંતા, પેટીએમ, જિંદાલ ગ્રુપ જેવા જાણીતા કોર્પોરેટ ગ્રુપ પણ કુલ મળીને સેંકડો કરોડનુ દાન જાહેર કરી ચુક્યા છે.