સ્પોટ ફિક્સિંગના મામલે એસ. શ્રાીસંત સાત વર્ષના પ્રતિબંધમાંથી મુક્ત, ક્રિકેટ રમવા માટે આઝાદ થયો

September 14, 2020

નવીદિલ્હી : પેસ બોલર એસ. શ્રાીસંત ઉપર આઇપીએલ સ્પોટ ફિક્સિંગના મામલે લાદવામાં આવેલો સાત વર્ષનો પ્રતિબંધ રવિવારે પૂરો થયો હતો અને તે હવે સોમવારથી કોઇ પણ પ્રકારની ક્રિકેટ રમવા માટે મુક્ત છે. શ્રાીસંતે  જણાવ્યું હતું કે હવે હું તમામ પ્રકારના આરોપોમાંથી મુક્ત થઇ ચૂક્યો છું અને ફરીથી ક્રિકેટ રમી શકું છું. હવે મેદાન ઉપર જ્યારે પણ તક મળશે ત્યારે હું પ્રત્યેક બોલે મારું સર્વશ્રોષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ. મારી પાસે  હજુ ક્રિકેટ રમવાના પાંચથી સાત વર્ષ બાકી છે. હું જે પણ ટીમ માટે રમીશ તેના માટે હું ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીશ.  શ્રાીસંત જો પોતાની ફિટનેસ સાબિત કરશે તો તે આગામી સિઝનમાં કેરળ  માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી શકે છે. તેને કેરળ ક્રિકેટ એસોસિયેશને પણ તક આપવાની ખાતરી આપી છે. જોકે કોરોના વાઇરસના કારણે ચાલુ વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટને સ્થગિત કરી દેવામાં આવી છે. સાત વર્ષ પહેલાં દિલ્હી પોલિસે  મેચફિક્સિંગના મામલે શ્રાીસંત અને રાજસ્થાન રોયલ્સના બે ખેલાડી અજિત ચંદિલા તથા અંકિત ધવનની ધરપકડ કરી હતી.