અંધશ્રદ્ધા, મેલી વિદ્યા મામલે હવે ગુજરાતમાં પણ કાયદો બનશે, વિધાનસભામાં બિલ રજૂ કરાશે
August 06, 2024
અમદાવાદ : ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરાઈ હતી. આ માટે રાજયના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ સોગંદનામામાં જણાવાયું છે કે, ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાલા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટે બિલ રજૂ કરાશે.
રાજય સરકાર તરફથી રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું હતું કે, મહારાષ્ટ્ર રાજયમાં મહારાષ્ટ્ર પ્રિવેન્શન એન્ડ ઇરેડિકશન ઓફ હ્યુમને સેક્રિફાઇસ એન્ડ અધર ઇનહ્યુમન, એવિલ એન્ડ અઘોરી પ્રેકટીસ અને બ્લેક મેજિક એકટ-2013 અસ્તિત્વમાં છે અને કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામ જેવા રાજયોમાં પણ આ પ્રકારનો કાયદો અમલી છે.
સરકારપક્ષ તરફથી નિખાલસપણે આ વાતનો હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કરાયો હતો કે, આપણા ત્યાં ગુજરાતમાં હજુ સુધી કાળા જાદુ અને અમાનવીય પ્રવૃત્તિઓને નાથવા માટે કોઇપણ પ્રકારનો કાયદો નથી. આ સમગ્ર મામલે તા. 23-7-2024ના રોજ રાજયના ગૃહ સચિવ, ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એડિશનલ ડાયરેકટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) અને એડિશનલ ડાયરેકટર જનરલ(ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ એન્ડ રેલ્વેઝ) એક અગત્યની બેઠક યોજાઇ હતી, જેમાં આ સમગ્ર મામલે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો કે, આગામી ગુજરાત વિધાનસભાના સત્રમાં બ્લેક મેજિક અને અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે. હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંધશ્રદ્ધા અને કાળા જાદુના બનાવો-કિસ્સાઓ નોંધપાત્ર રીતે સામે આવ્યા છે અને અંધશ્રદ્ધાને ઓળખવા કે તેને અટકાવવાની કોઇ કાયદાકીય જોગવાઇ નથી.
મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિમૂલન સમિતિના સ્થાપક નરેન્દ્ર દાભોલકરના હત્યા થયાના ચાર દિવસ બાદ જ મહારાષ્ટ્રમાં આ કાયદાને લઇ વટહુકમ બહાર પડાયો હતો અને બાદમાં વિધાનસભામાં પસાર કરાયો હતો. અંધશ્રદ્ધા, કાળા જાદુ કે મેલી વિદ્યા જેવી બાબતોનો શિકાર પછાત અને આદિજાતિના લોકો વઘુ ભોગ બનતા હોય છે પરંતુ સમાજના અન્ય વર્ગો પણ એક યા બીજી રીતે તેમાં પીસાતા હોય છે ત્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાતમાં પણ આ અંગેના કાયદા અને તેનું અમલીકરણ ખૂબ જરૂરી છે. અરજદારપક્ષ તરફથી ગુજરાતના અંધશ્રદ્ધાને લગતા કેટલાક બનાવોને પણ ટાંકવામાં આવ્યા હતા.
Related Articles
હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઝંડાને ઉતારી લેતાં જૂથ અથડામણ
હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ઝંડાને...
ગીરસોમનાથના કોડીનારમાં 15 પશુઓમાં મળ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત
ગીરસોમનાથના કોડીનારમાં 15 પશુઓમાં મળ્યો...
Sep 16, 2024
ખેડામાં ભડકાઉ પોસ્ટ મામલે હુમલો, 100 લોકોના ટોળા સામે ફોજદારી
ખેડામાં ભડકાઉ પોસ્ટ મામલે હુમલો, 100 લોક...
Sep 15, 2024
ઉઠમણં ઃ વિપ્સગ્રુપ કંપનીમાં સુરતના લોકોના 200 કરોડ સલવાયા
ઉઠમણં ઃ વિપ્સગ્રુપ કંપનીમાં સુરતના લોકોન...
Sep 15, 2024
અમરેલીમાં મકાનમાં ઘૂસેલો દીપડો થાકીને માળિયે સૂઈ ગયો
અમરેલીમાં મકાનમાં ઘૂસેલો દીપડો થાકીને મા...
Sep 15, 2024
એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, અનેક આધુનિક સુવિધા
એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિ...
Sep 14, 2024
Trending NEWS
16 September, 2024
16 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
15 September, 2024
Sep 17, 2024