દેશમાં:પોઝિટિવિટી રેટ ઓછો થયો, 24 કલાકમાં 14.69 લાખ લોકોમાંથી 3.82% દર્દી મળ્યા

October 22, 2020

નવી દિલ્હી : દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ એટલે કે દર્દી વધવાની ગતિ ધીમી પડી છે. છેલ્લા પાંચ દિવસમાં તે 6.37% ટકાથી ઘટીને 3.82% પર પહોંચી ગઈ છે. 24 કલાકમાં 14.69 લાખ લોકોની તપાસ થઈ. તેમા 3.82% લોકો પોઝિટિવ મળ્યા હતા. જ્યારે બાકીના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

દેશમાં ટેસ્ટિંગનો આંકડો 10 કરોડની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 9.86 કરોડથી વધારે લોકોની તપાસ થઈ ગઈ છે. તેમા 77 લાખ 8 હજાર 947 લોકો સંક્રમિત મળ્યા છે. હાલ 7.16 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે, 68.74 લાખ લોકો સાજા થયા છે અને 1.16 લાખ લોકોના મોત થયા છે.

બિહારના ડે.સીએમ સુશીલ કુમાર મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મોદીએ ગુરુવારે બપોરે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેઓ છેલ્લા ઘણા દિવસોથી સતત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. મોદી ઉપરાંત શહનવાઝ હુસૈન અને રાજીવ પ્રતાપ રૂઢી પણ કોરોના પોઝિટીવ થઈ ચુક્યા છે.