દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આઠ પક્ષપલ્ટુએ નસીબ અજમાવ્યું

February 11, 2020

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે મતગણતરી ચાલુ છે. અત્યાર સુધી રૂઝાનોમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. 

ભાજપ બીજા નંબરે છે જ્યારે કોંગ્રેસનું ખાતુ ખુલતુ જોવા મળી રહ્યુ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેટલાક મોટા પરિવર્તન થયા હતા. ચૂંટણી પહેલા કેટલાક મોટા નેતાઓએ તકનો લાભ ઉઠાવતા પક્ષ પલટા કર્યા. આ પક્ષ પલટુઓમાં કોઈનું નસીબ ખુલી ગયુ અને કોઈને ભારે નુકસાન થયુ છે. 

અલકા લાંબા

અલકા લાંબા 2015 વિધાનસભા ચૂંટણીમાં આપથી ચાંદની ચોકમાંથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આ વખતે તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને હાલ તે પાછળ છે. 

કપિલ મિશ્રા

કપિલ મિશ્રા 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી કરાવલ નગરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. સીએમ અરવિંદ કેજરીવાલથી અણબનાવ બાદ કપિલ મિશ્રા ભાજપમાં સામેલ થઈ ગયા. આ વખતે કપિલ મિશ્રા મૉડલ ટાઉનથી ચૂંટણી લડી રહ્યા છે. જોકે, અત્યાર સુધીના રૂઝાનોમાં કપિલ મિશ્રા પાછળ છે. 

રામ સિંહ નેતા જી

રામ સિંહ નેતા જી બદરપુર વિધાનસભાના કોંગ્રેસનો જાણીતો ચહેરો હતો પરંતુ ચૂંટણીથી પહેલા તેઓ આપમાં જોડાયા. હાલ રામ સિંહ નેતા જી આગળ છે. 

વિનય મિશ્રા

વિનય મિશ્રા કોંગ્રેસનો જાણીતા નેતા કપિલ મિશ્રાના પુત્ર છે. ચૂંટણી પહેલા વિનય મિશ્રા આપમાં સામેલ થઈ ગયા. આપે તેમને દ્વારકામાંથી ટિકિટ આપી છે અને તે આગળ છે. 

અનિલ વાજપેયી

અનિલ વાજપેયી 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી ગાંધીનગરમાંથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા પરંતુ ચૂંટણી પહેલા તે ભાજપમાં સામેલ થઈ ગયા. ભાજપે એક વાર ફરી તેમને ગાંધીનગર ચૂંટણી લડી છે અને તે આગળ છે. 

પ્રહલાદ સાહની

પ્રહલાદ સાહની પહેલા કોંગ્રેસમાં હતા પરંતુ ચૂંટણી પહેલા સાહની AAPમાં સામેલ થયા. પ્રહલાદ સાહની ચાંદની ચોકમાંથી ચૂંટણી લડ્યા છે અને અત્યારે પાછળ છે. 

આદર્શ શાસ્ત્રી

આદર્શ શાસ્ત્રી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી દ્વારકાથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા પરંતુ આ વખતે આપે તેમની ટિકિટ કાપી દીધી અને તે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. આ વખતે પણ તે દ્વારકા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધીના રૂઝાનોમાં આદર્શ શાસ્ત્રી પાછળ છે. 

શોએબ ઈકબાલ 

શોએબ ઈકબાલ 2015માં કોંગ્રેસમાંથી ઉમેદવાર હતા. આ વખતે તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે.