વિદેશમાં કોરોના વકરતાં ગુજરાત સરકાર એક્શનમાં, વિદેશથી આવનારાઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કર્યો

November 27, 2021

ગાંધીનગર :અન્ય દેશોમાં મ્યુટેડ કોરોના વેરિયેન્ટને લઈને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવના પત્ર બાદ રાજ્ય સરકાર (gujarat government) હરકતમાં આવી છે. એરપોર્ટ ખાતે સંઘન ચેકીંગ અને કોરોના ટેસ્ટ (corona test) ફરિજિયાત કરવા ગુજરાતના આરોગ્ય વિભાગે (health department) પરિપત્ર જાહેર કર્યો છે. યુરોપ, યુનાઇટેડ કિડમ, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોસ્ટવાના, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોગ ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ફરજિયાપણે આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR) કરવા સૂચના અપાઈ છે. આ ઇન્ટરનેશનલ ટ્રાવેલરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલનું જીનોમ સિક્વસન્સ માટે મોકલવા પણ કડક સૂચના અપાઈ છે.

 
વિશ્વમાં જોવા મળી રહેલા નવા કોરોના સ્ટ્રેઈનથી હડકંપ મચી ગયો છે. WHO એ નવા કોરોના સ્ટ્રેઈનનું નામ ઓમીક્રોન (Omicron) આપી તેને વેરિયન્ટ ઓફ કન્સર્નમાં સમાવેશ કર્યો છે. આવામાં ગુજરાત સરકારે યુરોપ, યુકે બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોસ્ટવાના, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોગ જેવા દેશમાંથી આવતા તમામ પ્રવાસીઓના RT-PCR એરપોર્ટ પર ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ જે પ્રવાસી કોરોનાગ્રસ્ત હશે એમના સેમ્પલનું જીનોમ સિક્વનસિંગ કરવાના આદેશ અપાયા છે. 


તો બીજી તરફ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ કોરાના ટેસ્ટીંગ હાથ ધરાયુ છે. માસ્ક ન પહેરેલ મુસાફરોના ટેસ્કટ કરવાની કામગીરી ઝડપી કરાઈ છે. તો જે મુસાફરમાં કોરોનાના પ્રાથમિક લક્ષણ જેવા કે શરદી, ઉધરસ અને તાવ દેખાત તો તેમના પણ ટેસ્ટ કરવામા આવે છે. રેલવે સ્ટેશન પર આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટની સુવિધા અપાઈ છે. કોરોના વાયરસ વકરે નહિ તે માટે અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરોના ટેસ્ટ માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ છે.