NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થળોએ દરોડા

May 22, 2022

એનએસઈ કો - લોકેશન કૌભાંડમાં NSEનાં તત્કાલીન CEO ચિત્રા રામકૃષ્ણન તેમજ તેમનાં દ્વારા નિયુક્ત અધિકારી સુબ્રમણ્યમ સાથે જોડાયેલ બ્રોકર્સનાં 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

શનિવાર સવારથી જ CBIના અધિકારીઓએ આ મામલે મુંબઈ, ગાંધીનગર, દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ તેમજ કોલકાતા સહિત 10 સ્થળોએ સર્ચ ઓપરેશન અને દરોડાની કામગીરી હાથ ધરી હતી. જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે તમામ સ્થળો શેરબ્રોકર્સનાં છે અને તેઓ એક યા બીજી રીતે NSEનાં પૂર્વ અધિકારી ચિત્રા રામકૃષ્ણન સાથે સાઠગાંઠ ધરાવે છે.

સીબીઆઈ દ્વારા NSEનાં પૂર્વ સીઈઓ તેમજ એમડી ચિત્રા રામકૃષ્ણન અને આનંદ સુબ્રમણ્યમ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. CBI દ્વારા આ કેસમાં બન્નેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સંજય ગુપ્તા અને તેનીકંપની સામે પણ કેસ કરાયો છે. આનંદ સુબ્રમણ્યનની ખોટી રીતે નિયુક્તિ કરવા માટે સેબીએ ચિત્રા રામકૃષ્ણને રૂ. ત્રણ કરોડનો દંડ કર્યો હતો.