ફ્રાન્સના રાષ્ટ્રપતિને યુવકે જાહેરમાં મારી થપ્પડ, ઘટનાનો વીડિયો થયો વાઈરલ

June 08, 2021

પેરીસ ઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોનને દક્ષિણપૂર્વ ફ્રાન્સની મુલાકાત દરમિયાન જાહેરમાં એક વ્યક્તિએ થપ્પડ મારી દીધી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, આ કેસમાં બે લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં જ ફ્રેન્ચ સૈન્યને સેવા આપતા એક જૂથે રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોનને ઇસ્લામને લઈને સુચના આપી હતી. આ જૂથનું કહેવુ છે કે, ઇસ્લામ ધર્મને છૂટ આપવાથી ફ્રાન્સનું ‘અસ્તિત્વ’ દાવ પર છે. ફ્રેન્ચ સૈન્યમાં ફરજ બજાવતા સૈનિકોના આ જૂથનો આ પત્ર રૂઢિચુસ્ત સામયિક Valeurs Actuellesમાં પ્રકાશિત થયો હતો.


ગત મહિને પણ આ સામયિકમાં આ રીતનો એક પત્ર પ્રકાશિત થયો હતો જેમા ગૃહ યુદ્ધની ચેતવણી આપવામાં આવી હતી. જો કે, ફ્રેન્ચ ગૃહ પ્રધાન અને ઇમેનુઅલ મેક્રોનના નજીકના સહાયક જેરાલ્ડ ડારમેનિન પત્રને કેટલાક લોકોનું ષડયંત્ર ગણાવ્યું હતું. મંત્રીએ અનામી પત્રો લખનારા લોકોમાં ‘હિંમતનો અભાવ’ હોવાનો આક્ષેપ કર્યો હતો.