યુએસમાં ગનમેને પારિવારિક વિખવાદ પછી ૧૧ને ઠાર કર્યા

August 13, 2022

મોન્ટ્રિયલ: અમેરિકાના મોન્ટ્રિયલમાં શુક્રવારે એક ગનમેને પારિવારિક વિખવાદમાં રસ્તા પર ૧૧ લોકોને ઠાર કર્યા હતા. પોલીસના વળતા ગોળીબારમાં ગનમેન પણ માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું કે, ૩૪ વર્ષીય ગનમેને કરેલા ગોળીબારમાં એક પોલીસ કર્મચારી સહિત અન્ય છ લોકોને ઈજા પહોંચી હતી. સેટિન્જે મેડોવિના શહેરમાં હુમલાખોરે બાળકો સહિત રસ્તા પર ચાલતા લોકો પર અંધાધૂંધ ગોળીબાર શરૃ કરી દીધો હતો. ચાર ઈજાગ્રસ્તોને સેટિન્જેમાં એક હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા છે જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને પોડગોર્સિકામાં ક્લિનિકલ સેન્ટર મોકલાયા હતા. પોલીસ સૂત્રો મુજબ એક પારિવારિક વિખવાદ પછી હુમલાખોરે આ હુમલો કર્યો હતો. જોકે, પોલીસે વધુ કોઈ વિગતો આપી નથી. પોલીસે હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, ઘટના સ્થળ બ્લોક કરી દીધું છે.