આ રીતે વાળ માટે પલાળો મહેંદી, ખોડા સહિતની સમસ્યા થશે દૂર

August 20, 2022

સામાન્ય રીતે હેયર કેયર રૂટિન ફોલો કરનારા લોકો ખાસ કરીને વાળમાં મહેંદી લગાવવાનું પસંદ કરે છે. મહેંદી વાળ માટે નેચરલ કંડીશનરનું કામ કરે છે. વાળને કલર કરવા માટે મહેંદી બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે. જો કે અનેકવાર મહેંદી વાળ પર કલર સારી રીતે આપતી નથી. તો તમે કેટલીક ટિપ્સ યૂઝ કરો. તેનાથી તમને ખાસ કલર મળશે.

આ રીતે મહેંદીનો પ્રોપર કલર મેળવો
અનેકવાર જાણકારીના અભાવમાં કેટલાક લોકો મહેંદી બનાવવાની યોગ્ય રીતથી અજાણ હોય છે. તેના કારણે કલાકો સુધી મહેંદી વાળમાં એપ્લાય કરવા બાદ પણ વાળનો કલર યોગ્ય રીતે દેખાતો નથી. એવામાં મહેંદી બનાવવાની યોગ્ય રીતને ફોલો કરીને તમે ન ફક્ત મહેંદીને અસરકારક બનાવી શકો છો પણ વાળ પર મહેંદીનો બેસ્ટ કલર પણ મેળવી શકો છો.

મહેંદી લગાવતા પહેલા કરો આ કામ
મહેંદી લગાવવા માટે વાળની ખાસ દેખરેખ જરૂરી હોય છે. મહેંદી લગાવતા પહેલા વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈને સારી રીતે સાફ કરી લો. આ પછી વાળને નેચરલ રીતે સૂકાવવા દો. ભૂલથી પણ મહેંદી લગાવતા પહેલા વાળમાં તેલ ન લગાવશો.

વાળ માટે તૈયાર કરો મહેંદી
મહેંદી બનાવતી સમયે તમે લોખંડની કડાહીનો ઉપયોગ કરો તે બેસ્ટ રહેશે. તેનાથી મહેંદીનો રંગ ડાર્ક બને છે. મહેંદી બનાવતી સમયે સૌથી પહેલા પેનમાં પાણીની સાથે ચા પત્તીને સારી રીતે ઉકાળી લો. તેને ગાળી લો. હવે લોખંડની કડાહીમાં 1 કપ મહેંદી, 1 ચમચી કોફી અને દહીં મિક્સ કરો. હવે તેમાં ચાનું પાણી મિક્સ કરો અને મહેંદી હલાવતા જાઓ. હવે 7-8 કલાક સુધી તેને એમ જ ઢાંકીને રાખો. આ પછી તેને વાળમાં મહેંદીને એપ્લાય કરો.

મહેંદી લગાવવાના ફાયદા
હેયર કેયરમાં મહેંદીનો ઉપયોગ કરીને વાળને કલરની સાથે સાથે વાળને નરિશ પણ રાખી શકાય છે. મહેંદીની મદદથી તમે ડેન્ડ્રફ, ખંજવાળ, હેયરફોલ અને સ્કેલ્પ ઈન્ફેક્શનથી છૂટકારો મેળવી શકો છો.