ટોરોન્ટોમાં શહેરમાં છવાયેલી બરફની ચાદરને સ્થાનિકોએ હટાવવી પડી

February 02, 2021

  • મંગળવારે મૌસમ બદલાયા બાદ ૭થી ૧૧ સે.મી. બરફનો થર રસ્તાઓ પર જામી ગયો હતો

ટોરોન્ટો :દક્ષિણ અમેરીકા તરફની સિસ્ટમને કારણે મંગળવારે ટોરોન્ટોમાં મોસમનું પહેલું બરફનું તોફાન આવ્યું હતું અને શહેરમાં ૭થી ૧૧ સે.મી. જેટલો બરફનો થર રસ્તાઓ પર જામી ગયો હતો. જેને લોકોએ ખોદીને હટાવ્યો હતો. તોફાનને કારણે સત્તાવાળાઓએ પ્રવાસ માટેની માર્ગદર્શિકા પણ બહાર પાડવી પડી હતી હવે ઉઠાવી લેવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અને કેનેડાના ટોરોન્ટો સ્થિત પર્યાવરણ વિભાગના ડેનિયલ લિયોટાએ કહ્યુંં હતું કે, મંગળવારનું તોફાન વર્ષનું પહેલું અને સૌથી વધુ બરફવર્ષા વાળું તોફાન હતું વાવાઝોડુ ઉત્તરપૂર્વ લોવર લેકસથી શરૂ થયું હતું અને ઓન્ટેરિયો તરફ આગળ જતાં નબળું પડયું હતું. સવારમાં બરફવર્ષા ભારે હતી. જે લગભગ બે કલાક એટલે કે, સવારે ૧૦ વાગ્યાથી ૧ર વાગ્યા સુધી ચાલી હતી અને રાત્રે વાગ્યે બંધ થઈ હતી.

લિયોટાએ કહ્યુંં હતું કે, કેલેડોન શહેરમાં અંદાજે ૧૪ સે.મી. જેટલો બરફનો થર જામી ગયો હતો. જો કે, આંકડો સત્તાવાર નથીશિયાળાના તોફાનને કારણે ટોરોન્ટોમાં સૌથી વધુ ઠંડી હતી. મંગળવારે રાત્રે આગાહી મુજબ તાપમાન માઈનસ સેન્ટીગ્રેડ સુધી રહ્યું હતુ. જે રાત્રે ૧૧ વાગ્યા સુધી રહેવાનું હતું અને વધુ બે સેન્ટીમીટર બરફ પડવાની આગાહી પણ હતીમંગળવારે અને શુક્રવારે પણ માઈનસ સુધી તાપમાન રહેવાની આગાહી હતી અને વધીને ગુરૂવારે માઈનસ ૧પ ડીગ્રી થાય એવી શકયતા હતી અને શુક્રવારે માઈનસ ૧૪ ડીગ્રી રહેવાની આશંકા જાહેર કરવામાં આવી હતીછેલ્લે રપમી ડિસેમ્બરે બરફનું તોફાન જોવા મળ્યું હતું જેને કારણે વ્હાઈટ ક્રિસમસ જોવા મળી હતી.