અજાણતા તમારા સંબંધોમાં ખટાશ લાવે છે આ 4 આદતો

May 23, 2022

રિલેશનશીપ શરૂ કરવું એ ખૂબ જ સારું માનવામાં આવે છે. પરંતુ તેને ટકાવી રાખવાનું મુશ્કેલ બને છે. લાઈફ લોન્ગ રિલેશનશીપને બનાવી રાખવા માટે અનેક પ્રકારની કોશિશ લોકો કરતા રહે છે. આ માટે હંમેશા પ્રયાસો કરતા રહેવા અને સપના દોવા માટેની પ્રોસેસમાં અજાણતા જ તમે સંબંધોને બર્બાદ કરી લો છો. નાની નાની ચીજો અને આદતોના કારણે સંબંધોમાં તિરાડ આવે છે જે આગળ જઈને સંબંધોને તૂટવા પર મજબૂર કરે છે. નિષ્ણાતો માને છે કે જ્યારે સંબંધોમાં કટુતા આવે ત્યારે તમારે વિચારી લેવું કે તમે શું ખોટું કરી રહ્યા છો. તમારે સંબંધોને એક નવો એન્ગલ આપવો જોઈએ અને તમારી કેટલીક આદતોને પણ બદલી લેવી. જેનાથી તમે સંબંધોને વધુ મજબૂત બનાવી શકો છો.

ઘણું વધારે આપવું
જ્યારે પણ તમે કોઈ રિલેશનશીપમાં ફસાયા છો તો તમે ક્યારેક ખોટા રસ્તે જઈ શકો છો. તમે આ રિલેશનશીપમાં ફક્ત આપનારા હોઈ શકો છો. જે હંમેશા પ્લાનિંગ કરે છે. એક ડગલું આગળ ચાલે છે. રિલેશનશીપને ચલાવવા માટે તમામ શક્ય પ્રયાસ કરે છે. પાર્ટનરને તમામ વાતો પૂછે છે પરંતુ તમે આ રિલેશનશીપમાં પોતાની વેલ્યૂ ખોવી શકો છો. આ સાથે જ અન્ય વ્યક્તિને ગૂંગળામણનો અનુભવ કરાવો છો. શક્ય છે તેઓ તમને હળવાશમાં પણ લો.

મતભેદ પર ન કરો વાત
દરેક વ્યક્તિ એવા નથી હોતા. તમે એવા વ્યક્તિ હોઈ શકો છો જે સંબંધોને બચાવવા માટે ઝઘડાથી દૂર રહેતા હોવ પણ અન્ય વ્યક્તિને સારું અનુભવ કરાવવા માટે આક્રમકતાને બહાર કાઢવાની જરૂર છે. જો તમે બંને વચ્ચે મતભેદનો અનુભવ કરો છો તો બધું સારું છે તેવું નાટક કરવાના બદલે તે વિષય પર વાત કરો.

હદ પાર કરો
તમામ સંબંધોમાં કેટલીક કહ્યા વિનાની સીમાઓ હોય છે. એટલું નહીં તમે બંને તમામ ચીજો શેર કરો છો તો અન્ય વ્યક્તિની પર્સનલ વાતનું સમ્માન કરવું સારું હોય છે. કોઈ વ્યક્તિને તમામ ચીજો શેર કરવા માટે મજબૂર ન કરો. તેનાથી તે ફસાયેલા હોય તેવું અનુભવે છે.

વિક્ટિમ કાર્ડ યૂઝ કરવું
જ્યારે પણ તમારા બંનેમાં બોલચાલ થાય છે ત્યારે તમે ભાવુક થઈ જાઓ છો અને સાથે જ ચાલાકી યૂઝ કરવા લાગો છો. તમારા પાર્ટનરની નજરમાં સારું દેખાવવા માટે તમે માસૂમ દેખાવવાની કોશિશ કરો છો અને વિક્ટિમ કાર્ડ રમો છો. આ અજાણી ભૂલ લાંબા સમયે તમારા સંબંધોને બર્બાદ કરે છે.