સાવધાન શ્રાદ્ધ પક્ષમાં અશુભ યોગ, ભૂલથી આ તિથિમાં ન કરશો શ્રાદ્ધ

September 10, 2022

પિતૃઓને તર્પણ કરવા અને ઋણ ચુકવવાનો અવસર એટલે પિતૃપક્ષ. આ વર્ષે શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને આસો મહિનાની અમાસ સુધી 15 દિવસ સુધી ચાલે છે. પરંતુ આ વર્ષે અંગ્રેજી કેલેન્ડર મુજબ શ્રાદ્ધ 15 દિવસના બદલે 16 દિવસનું છે. પિતૃ પક્ષની તિથિ 15 દિવસ હોય તો સારૂ માનવામાં આવે છે,

પરંતુ શ્રાદ્ધના દિવસનું વધવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વર્ષ 2022માં શ્રાદ્ધના દિવસો વધી રહ્યા છે. આ કારણે એક દિવસ એવો આવશે જ્યારે કોઈ શ્રાદ્ધ કરવાનું નથી. આ તિથિને ધ્યાનમાં રાખો અને આ દિવસે કોઈ શ્રાદ્ધ વિધિ ન કરો. આ રીતે શ્રાદ્ધના દિવસમાં ક્ષય તિથિને અશુભ યોગ માનવામાં આવે છે.

આ છે તિથિઓનું ગણિત
આ વર્ષે 10 સપ્ટેમ્બરે પૂર્ણિમા અને પ્રતિપદાનું શ્રાદ્ધ એક સાથે કરવામાં આવશે. 16 સપ્ટેમ્બરે સપ્તમી શ્રાદ્ધ બાદ અષ્ટમી શ્રાદ્ધ 18 સપ્ટેમ્બરે થશે. દરમિયાન, 17 સપ્ટેમ્બરે કોઈ શ્રાદ્ધ કરવામાં આવશે નહીં કેમકે એ દિવસે ક્ષય તિથિ છે આથી 16 સપ્ટેમ્બર -શુક્રવાર સાતમનું શ્રાદ્ધ કર્યા પછી સીધુ જ 18 સપ્ટેમ્બર -રવિવાર આઠમનું શ્રાદ્ધ કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરે શ્રાદ્ધ થશે નહીં.