પ્રતિબંધો હળવા થતાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં વધારો

May 28, 2022

  • ટેસ્ટ કે વેકસીનેશનના પુરાવા ફરજિયાત ન હોવાથી યાત્રા સરળ બની, માર્ચમાં 1,48,900 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કેનેડા આવ્યા
ઓન્ટેરિયો: સ્ટેટેસ્ટીકસ કેનેડાએ મંગળવારે કરેલી જાહેરાત મુજબ કોવિડ-૧૯ને કારણે લગાડાયેલા પ્રતિબંધો હળવા થયા હોવાથી કેનેડામાં આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. માર્ચ ર૦રરમાં ૧,૪૮,૯૦૦ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કેનેડા આવ્યા હતા. આ પ્રમાણ માર્ચ ર૦ર૧ની સરખામણીમાં વધુ છે. જયારે માર્ચ ર૦૧૯ની સરખામણીમાં તેનું પ્રમાણ ૪૩ ટકા ઓછું હતું.
માર્ચ ર૦રરમાં અમેરીકન રહેવાસીઓએ ૪૬પર૦૦ ટ્રીપ થઈ હતી. જે માર્ચ ર૦ર૧ની સરખામણીમાં પાંચ ગણા વધુ હતી. જો કે, માર્ચ ર૦૧૯ની ૧.પ મિલિયન ટ્રીપની સરખામણીમાં ૩૧.૯ ટકા ઓછી હતી. માર્ચ ર૦રરમાં કેનેડા આવનારા અમેરીકનો પૈકી ૩૧૦૩૦૦ ટ્રીપ પોતાના વાહનથી હતી અને જેના ૪ર ટકા ટ્રીપ એ જ દિવસે પાછા ફરવાની હતી.
કેનેડા આવનારા યુરોપિયન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈને માર્ચ ર૦રરમાં તે આંકડો ૬૮૮૦૦ સુધી પહોંચ્યો છે, જે ર૦ર૧ના માર્ચના પ૬૦૦ની સરખામણીમાં ઘણો વધુ હતો. 
જયારે એશિયાથી આવનારા પ્રવાસીઓમાં પણ વધારો જોવા મળ્યો છે. જે માર્ચ ર૦૧૯ના ૧ર,૧૦૦ આંકથી વધીને માર્ચ ર૦રરમાં ૩૩૭૦૦ જેટલો થયો છે.
ફેડરલ સરકારે ફેબ્રુઆરીમાં કોવિડ-૧૯ના પ્રતિબંધો હળવા કરીને ફુલ વેકસીનેટેડ પ્રવાસીઓ માટેની છૂટછાટ જાહેર કરી હોવાથી અને પ્રવાસ શરૂ થવા પહેલા તથા આગમન બાદ ટેસ્ટ કરાવી કવોરન્ટાઈનમાંથી મુકિતની જાહેરાત કરી હોવાથી આ પ્રમાણ વધ્યું હોવાનું માનવામાં આવે છે.
એપ્રિલમાં કેનેડા-અમેરીકા સરહદ પરના પ્રવાસ પ્રતિબંધો હળવા કરાયા હોવાથી સરહદ પાર કરીને આવનારા વિદેશી પ્રવાસીઓમાં વધારો થયો છે. વળી કોવિડ ટેસ્ટના કે વેકસીનેશન પુરાવાઓ ફરજિયાત ન હોવાથી પણ આ પ્રમાણ વધ્યું છે. કેનેડાથી પરત ફરવાની ટ્રીપમાં પણ વધારો આ સમયગાળામાં જોવા મળ્યો છે. જે ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં વધુ હતો.