ઓન્ટારિયોમાં ઓક્ટોબર 2022થી લઘુતમ વેતનમાં થનારો વધારો

October 04, 2021

  • ઓન્ટેરિયોમાં લઘુતમ વેતનમાં 10 સેન્ટનો વધારો કરી 14.25થી 14.35 ડોલર કરાશે
ટોરોન્ટો: ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ઓન્ટેરિયો ખાતે કામ કરી રહેલા કામદારોના લઘુતમ વેતનમાં વધારો થશે. 2018-2020 દરમિયાન રોજગારીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને પ્રતિ કલાકે આપવામાં આવતા પગાર 14 ડોલર સુધી સીમિત કરવામાં આવ્યો હતો. જો કે, ઓક્ટોબરની પહેલી તારીખથી ઓન્ટેરિયોમાં લઘુતમ વેતનમાં 10 સેન્ટનો વધારો કરી 14.25થી 14.35 ડોલર કરવામાં આવ્યો હતો. 
વિદ્યાર્થીઓ અને લીકર સર્વર્સ બંનેને રાજ્યના લઘુતમ વેતન ધારા અંતર્ગત પગાર આપવામાં આવે છે. તેમને પણ 10 સેન્ટનો વધારો મળશે. વિદ્યાર્થીઓના રોજમાં 10 સેન્ટનો વધારો કરતા તે 13.40થી વધીને 13.50 ઉપર પહોંચશે. જયારે લિકર સર્વર્સના રોજમાં 10 સેન્ટનો વધારો થતા 12.45 થી 12.55 થશે. શિકાર, માછીમારી, વાઇલ્ડરનેસ ગાઈડના રોજીના દરમાં પ્રતિ કલાકે 25 સેન્ટનો વધારો કરવામાં આવશે. જે વધીને 71.75 પર પહોંચશે. એવા કર્મચારીઓ કે જેઓ ઘરમાં કામ કરે છે અને પગાર આપવામાં આવે છે તેમની રોજીમાં પણ 10 સેન્ટનો વધારો કરવામાં આવશે અને પ્રતિ કલાકે તેમને 15.80 ડોલર ચુકવવામાં આવશે.
સરકારે નોંધ લીધી હતી કે, કોઈપણ ઉંમરના વિદ્યાર્થીઓ (18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ) જેમને ઘરમાં નોકર તરીકે રાખવામાં આવે છે, તેમને પણ ઘરકામ માટે લઘુતમ વેતન મુજબ પગાર આપવો જોઈએ. ઓક્ટોબર પહેલીથી લઘુતમ વેતન 14 ડોલરથી વધી 14.25 ડોલર કરવામાં આવશે. ફોર્ડ સરકારે જાન્યુઆરી 2018થી લઘુતમ વેતન વધારો સ્થગિત કરી દીધો હતો. કારણ કે એ સમયે લઘુતમ વેતનનો દર 11.60 ડોલરથી એકાએક વધીને 14 ડોલર ઉપર પહોંચી ગયો હતો.
જૂન મહિનામાં કેનેડાની સરકારે જાહેરાત કરી હતી કે, 29 ડિસેમ્બર 2021થી લઘુતમ વેતનમાં ભારે વધારો કરી પ્રતિ કલાકે 15 ડોલર કરવામાં આવશે.