બાળકોમાં વધ્યો સ્ક્રબ ટાઈફસનો કહેર, આ લક્ષણો દેખાય તો થઈ જજો એલર્ટ

July 12, 2022

દેશમાં એકવાર ફરીથી કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે સાથે જ Scrub Typhus પણ માથું ઉંચકી રહ્યો છે. Scrub Typhus તાવનો શિકાર અનેક બાળકો બની રહ્યા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં સ્ક્રબ ટાઈફસે દસ્તક દીધી છે. સ્વાસ્થ્ય વિભાગ આ નવા સંકટ સામે લડી રહ્યું છે. રાજ્યની કુલ 44 લેબમાં સ્પેશિયલ કિટ મોકલવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર 3 અઠવાડિયામાં 10 બાળકો આ બીમારીથી સંક્રમિત થયા છે. તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જો કે વરસાદની સીઝનમાં તેનો પ્રકોપ વધારે રહે છે.

પેરાસિટેમોલ લેવાની રાહ ન જુઓ
મળતી માહિતી અનુસાર જે રીતે એડીઝ મચ્છરના કરડવાથી ડેન્ગ્યૂ થાય છે તે રીતે થ્રોમ્બોસાઈટોપેનિક માઈટ્સ નામના કીડા શરીરમાં પ્રવેશવાથી આ રોગ થાય છે. તેના લક્ષણ ડેન્ગ્યૂ જેવા હોય છે. ડેન્ગ્યૂ, સ્ક્રબ ટાઈફસ અને કોરોનાના પ્રારંભિક લક્ષણો તાવ જ છે. જો તમને આ લક્ષણો જોવા મળે તો તમારે પેરાસિટેમોલ લેવાની રાહ જોયા વિના ડોક્ટરનો સંપર્ક કરી લેવો.

શું કહે છે જાણકારો
જાણકારોનું કહેવું છે કે શરૂઆતના દિવસોમાં તેની સારવાર કરાવી લેવાય તો સારું રહે છે. મોડું થશે તો તે ઘાતક બને છે. જો શિયાળા અને ગરમીમાં 4-6 દિવસ સુધી તાવ રહે છે તો તેને સામાન્યમાં ન લો. એક્સપર્ટ ડોક્ટરની સલાહ લો. જો બીમારી વધી જશે તો મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે દર્દીનું મોત થઈ શકે છે.

કયા લક્ષણો દેખાય છે

  • સામાન્ય તાવ
  • દર્દીના અંગમાં દર્દ
  • શરીરમાં કીડાના કરડવાના નિશાન
  • માથું દુઃખવું, તાવ આવવો
  • હાથ-પગમાં દર્દ થવું
  • આંખની પાછળ દર્દ થવું
  • ઉલ્ટી થવું
  • પેટની સમસ્યા

જાણો શું છે તેનાથી બચવાના ઉપાય

  • બાળકોને ખુલ્લા પગે બહાર જતા અને ઝાડીઓમાં જતા અટકાવો.
  • આ બીમારી બાળકોને પ્રભાવિત કરે છે તો શક્ય તેટલા તેમને સ્વચ્છ રાખો.
  • બાળકોને માટી, ઘાંસ કે ઝાડની પાસે રમવા જતા રોકો.
  • તાવ આવે તો તેમની પર નજર રાખો. વધુ કે વધુ દિવસ તાવ રહેતા ડોક્ટરનો સંપર્ક કરો.