ઓમિક્રોનના વધતા જતા કેર વચ્ચે હેપા એર ફિલ્ટર્સની માંગ વધવા માંડી

January 10, 2022

હેપા એર ફિલ્ટર પાણીના ટીપાઓમાંથી નાનામાં નાના પાર્ટિકલ્સ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જે કોરોના અટકાવે છે

ટોરોન્ટો ઃ ઝડપથી ફેલાવાની લાક્ષણિકતા ધરાવતા ઓમિક્રોન વેરિઅન્ટના કેનેડામાં વિક્રમજનક કેસો નોંધાયા છે. કેનેડાની શાળાઓમાં પણ હાજરી ઘટવા લાગી છે અને વ્યક્તિગત હાજરીનું પ્રમાણ પાંખું થવા લાગ્યું છે. જ્યારે બીજી કક્ષાના રક્ષાણત્મક ઉપાયો પણ વધી રહ્યા છે. જેમાં શાળાઓના કલારૂમમાં હેપા ફિલ્ટર્સનો સમાવેશ થાય છે.
હાઈ એફીસીયંસી પાર્ટિક્યુલેટ એર (હેપા) જે એક હવા શુદ્ધ કરતુ યંત્ર છે અને આ હવામાં રહેલા  પાર્ટિકલ્સનો  ઘટાડો કરતો હોવાથી તથા કેટલાક વાઇરસને અટકાવતો હોવાથી આવા એર ફિલ્ટરની માંગણીનો વધારો થવા લાગ્યો છે.
હેપા એર ફિલ્ટર પાણીના ટીપાઓમાંથી નાનામાં નાના પાર્ટિકલ્સ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જે કોરોના અટકાવે છે. એડમન્ટનની ગ્લેનોરા સ્કૂલની વિદ્યાર્થીની જે છઠ્ઠા ધોરણમાં ભણે છે એ ઝીલ ડેવિસ નામની વિદ્યાર્થિનીએ આ એર ફિલ્ટરનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ તેણે અન્ય વાલીઓને પણ આ સાથે લઇ જઈ શકાય તેવું હેપા એર ફિલ્ટર ખરીદવા માટે લલચાવ્યા હતા.  ડેવિસ કહે છે કે, કોરોના વાઇરસ હવાના કારણે ફેલાય છે અને તેથી તેઓ પોતાની પુત્રીને વ્યક્તિગત રીતે રોજ શાળાએ મોકલવામાં ખચકાતા હતા. આખો દિવસ તે ક્લાસરૂમમાં વાઇરસનો ભોગ ના બને તેની ચિંતામાં રહેતા હતા. સ્કૂલમાં જમવાના સમયે વિદ્યાર્થીઓ માસ્ક દૂર કરતા, તેના કારણે વાઇરસ ફેલાવાનો ભય તેમને સતત સતાવતો હતો. તેથી તેમણે કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. વાલીઓને શાળા તરફથી જણાવવામાં આવ્યું હતું કે, ક્લાસરૂમમાં પૂરતા વેન્ટિલેશન રાખવામાં આવ્યા છે. તેથી ચિંતા કરવાની જરૂરત નથી. એડમિન્ટન સ્કૂલ બોર્ડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમે હેપા એર ફિલ્ટર્સ બેસાડવાની સંભાવના તપાસી રહ્યા છીએ. ડેવિસે કહ્યું હતું કે, શાળાએ જે કઈ કરવું ઘટે તે જલ્દીથી કરવાની જરૂરત છે, જે ઝડપથી ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે તે બાળકોને વધુ ઝડપથી કઈ રીતે સારું રક્ષણ આપી શકાય તેની ચિંતા પણ વધારી રહ્યો છે. એ માટે આપણી પાસે ઉપલબ્ધ તમામ વિકલ્પો આપણે અપનાવવા જોઈએ. પબ્લિક હેલ્થ એજેન્સી ઓફ કેનેડાએ કહ્યું હતુ કે, ફિલ્ટરનો ઉપયોગ એક વધારાના સાધન તરીકે કરવો જોઈએ.  મોટાપાયે જાહેરમાં તેનો ઉપયોગ થઇ શકે નહિ. તેમ છતાં કેટલીક રાજ્ય સરકાર આ વિષે આગળ વધવા સક્રિય રીતે વિચારી રહી છે.