કાનપુરમાં ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલ ચમક્યો, બીજી ઈનિંગમાં ભારતનો સ્કોર 14/1

November 27, 2021

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના ત્રીજા દિવસની ગેમ સમાપ્ત થઈ ગઈ છે. સ્ટમ્પ્સ સુધી ઈન્ડિયન ટીમનો સ્કોર 14/1 રહ્યો હતો. આ દરમિયાન મયંક અગ્રવાલ 4 અને ચેતેશ્વર પુજારા 9ના સ્કોર પર નોટઆઉટ રહ્યા છે. આની પહેલા અક્ષર પટેલે 5 અને અશ્વિને 3 વિકેટ લઈને કીવી ટીમને 296 રનના સ્કોરમાં ઓલઆઉટ કરી દીધી હતી. અત્યારે ભારત 63 રનથી ન્યૂઝીલેન્ડ કરતા આગળ છે.  

અક્ષરે આક્રમક બોલિંગ કરી
અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરીને કિવી ખેલાડીને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. તેણે રોસ ટેલર (1 રન), હેનરી નિકોલ્સ (2 રન), ટોમ લેથમ (95 રન), ટોમ બ્લંડેલ (13 રન) અને ટિમ સાઉથી (5 રન)ને પેવેલિયન ભેગા કર્યા હતા.

પહેલી 4 મેચમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય

  • નરેન્દ્ર હિરવાની: 36
  • અક્ષર પટેલઃ 32
  • આર અશ્વિનઃ 26
  • એસ વેંકટરાઘવન/એલ શિવરામકૃષ્ણન/જસપ્રીત બુમરાહઃ 21
  • રવીન્દ્ર જાડેજાઃ 20