IND vs WI, 3rd T20: વેસ્ટઈન્ડિઝને 7 વિકેટથી હરાવીને ભારત 2-1થી આગળ

August 03, 2022

નવી દિલ્હી : ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચ ખૂબ જ શાનદાર રહી હતી. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ 5 મેચની સીરિઝમાં ભારત હવે 2-1થી આગળ છે. ભારતીય બેટ્સમેન અને બોલર્સે આ વખતે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. પહેલા મુકાબલામાં ભારતે 68 રનથી વિજય મેળવ્યો હતો. જ્યારે બીજા મુકાબલામાં ભારતે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

ત્રીજા મુકાબલામાં વેસ્ટઈન્ડિઝે પહેલા બેટિંગ કરીને 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 19મી ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. 

આ વખતે સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંત ટીમ ઈન્ડિયા માટે શાનદાર ઈનિંગ રમ્યા હતા. સૂર્યા આ વખતે પણ રોહિત સાથે ઓપનિંગમાં ઉતર્યા હતા અને તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.