સુરતમાં અચોક્કસ મુદતનું રાત્રિ કરફ્યૂ લાગુ

November 21, 2020

 
 

કોરોના સંક્રમણને પગલે સુરતમાં આજ રાત્રિથી કરફ્યૂ (Night curfew in Surat) લાદી દેવામાં આવ્યું છેતે સંજોગોમાં લોકો તેનું સ્વેચ્છાએ પાલન કરે તે માટે પોલીસ કમિશનર અજય તોમરે (Police Commissioner Ajay Tomar) લોકોને અપીલ કરી છેજો કારણ વિના કરફ્યૂ દરમિયાન લોકો બહાર નીકળશે તેઓ શિક્ષાત્મક કાર્યવાહી માટે તૈયાર રહે તેમ અજય તોમરે સ્પષ્ટ જણાવ્યું હતું.

પ્રજાજોગ સંબોધન કરતાં અજય તોમરે જણાવ્યું હતું કેસુરત શહેરની પ્રજા પાસેથી તેઓ શિસ્ત પાલનની અપેક્ષા રાખે છેગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા સુરત સહિતના મોટાં શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છેચાલુ વર્ષમાં કોરોનાને કારણે સુરતમાં કરફ્યૂ લાગ્યો હોય તેવો  બીજા તબક્કો છેકોરોના સંક્રમણ વધતું અટકાવવું હોય તે માટે જરૂરી છે કે આપણે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે માસ્ક પહેરીએ.

શનિવારથી રાત્રે નવ વાગ્યાથી સવારે  વાગ્યા સુધી અચોક્કસ મુદત માટે કરફયૂ લગાવવામાં આવ્યો છેત્યારે સુરતીઓ તેનું પાલન કરવા અપીલ કરી હતીકારણ વિના કોઇએ પણ કરફ્યૂના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું રહેશે નહિખાસ કરીને યુવાનોને તેનું પાલન કરવા જણાવ્યું હતુંસોસાયટીના નાકે તો ઠીકપરંતુ ગલી-મહોલ્લામાં કે ઘરની નીચે પણ કોઇએ ગપ્પા મારવા બેસવાનું નથીકરફ્યૂના સમયગાળા દરમિયાન બધા પોતાના ઘરમાં રહેવાનું છેદુકાનોલારી-ગલ્લા પણ બંધા રાખવાના છેમાત્ર એસેન્શિયલ સર્વિસ જેવી કે મેડિકલદવાખાનાદૂધ સહિતની એજન્સીઓ  ચાલુ રાખી શકાશે.

ઇમરજન્સી સર્વિસ સાથે જોડાયેલી વ્યક્તિઓ જેમકે પોલીસદવાખાનુંફાયરહોમગાર્ડઅખબારન્યુઝ ચેનલસી.એન.સી., પી.એન.જી., વોટર સપ્લાયપેટ્રોલિયમટેલિકોમરાષ્ટ્રીય માહિતી કેન્દ્રએમ્બ્યુલન્સએવા સરકારી કે પ્રાઇવેટ કર્મચારીઓ કે જેઓ ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા હોય તેમણે  બહાર નીકળવાનું રહેશેબીજી કોઇ ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલી વ્યક્તિઓ તથા સંસ્થાઓએ મંજૂરી મેળવવાની રહેશેઇમરજન્સી સંજોગોમાં  સામાન્ય વ્યક્તિ બહાર નીકળી શકશેકારણ વિના બહાર નીકળતી વ્યક્તિઓએ પોલીસના શિક્ષાત્મક પગલા માટે તૈયાર રહેવું પડશેપોલીસ રાત્રિ કરફ્યૂનું પ્રભાવશાળી રીતે અમલ કરાવશેકોઇ પણ પ્રકારની બિનજરૂરી અવરજવર સાંખી લેવાશે નહિ.