ભારત આર્થિક નિરાશામાં ઘેરાયેલો બહુમતીવાદી દેશ બની ગયો

March 07, 2020

નવી દિલ્હી : ભારત માત્ર કેટલાંક જ વર્ષમાં ઉદારવાદી લોકતંત્રના વૈશ્વિક ઉદાહરણમાંથી આિર્થક નિરાશામાં ઘેરાયેલો બહુમતીવાદી દેશ બની ગયો છે અને દેશની વર્તમાન સિૃથતિ માટે મોદી સરકાર જવાબદાર છે તેમ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું. ડો. મનમોહન સિંહનું કહેવું છે કે ભારતમાં હાલ ત્રણ તરફથી જોખમ તોળાઈ રહ્યું છે. 

દેશમાં સામાજિક સૌહાર્દ ઘટી રહ્યું છે, આિર્થક મંદી ફેલાઈ છે અને કોરોના વાઈરસનું પણ જોખમ તોળાઈ રહ્યુ ંછે. વડાપ્રધાન મોદીએ માત્ર તેમના શબ્દોથી જ નહીં કાર્યોથી પણ લોકોને વિશ્વાસ અપાવવો પડશે કે આ સમસ્યાઓનો સામનો કરવામાં દેશ સક્ષમ છે. તેમણે મોદી સરકારને આ ત્રણે જોખમોનો સામનો કરવા માટે સૂચનો પણ કર્યા હતા. 

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે એક લેખમાં જણાવ્યું છે કે, સામાજિક તણાવ અને આિર્થક પતન સ્વ-પ્રેરિત છે, પરંતુ કોરોના વાઇરસનું જોખમ બાહ્ય ફટકો છે. આ જોખમો માત્ર દેશના આત્માના લીરે-લીરા ઉડાવવાની સાથે દુનિયામાં આપણી આિર્થક અને લોકતાંત્રિક તાકાત અને વૈશ્વિક પ્રતિષ્ઠામાં પણ ઘટાડો કરશે. 

દિલ્હીમાં તાજેતરમાં થયેલા રમખાણોને ટાંકીને મનમોહનસિંહે લખ્યું, તાજેતરમાં દિલ્હીમાં ભિષણ હિંસા થઈ. આ ભારતના ઈતિહાસના કાળા પાનાની યાદ અપાવે છે. પોલીસ પર નિશાન સાધતા સિંહે કહ્યું, કાયદો વ્યવસૃથા લાગુ કરનારાઓએ નાગરિકોની સલામતીનો તેમનો ધર્મ છોડી દીધો. ન્યાય તંત્ર અને લોકતંત્રના ચોથા સ્તંભ સમાન મીડિયાએ પણ આપણને નિરાશ કર્યા છે.