ભારતમાં ડિસેમ્બર સુધી લોન્ચ થઈ શકે છે સ્પુતનિક લાઇટ વેક્સીન

November 24, 2021

દિલ્હીઃ ભારતમાં ડિસેમ્બર સુધી કોવિડ-19 વિરોધી વેક્સીન સ્પુતનિક લાઇટ લોન્ચ થઈ શકે છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરિલ દિમિત્રીવે આ જાણકારી આપી છે. રશિયાનો દાવો છે કે સ્પુતનિક લાઇટ  (Sputnik Light) લગાવવાના પ્રથમ ત્રણ મહિનામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ 70 ટકા સુધી અસરકારક છે. રશિયન પ્રશાસન પ્રમાણે સ્પુતનિક લાઇટ  (Sputnik Light) ને લઈને કરવામાં આવેલું વિશ્લેષણ 28 હજાર વોલેન્ટિયરોથી પ્રાપ્ત આંકડાના આધાર પર હતું. 


સરકારે ઓક્ટોબર મહિનામાં ઘરેલૂ સ્તર પર નિર્મિત રશિયાની સિંગલ ડોઝ કોવિડ-વેક્સીન સ્પુતનિક લાઇટના આયાતની મંજૂરી આપી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ભારતીય દવા કંપની હેટેરો બાયોફાર્મા લિમિટેડને રશિયાને સ્પુતનિક લાઇટના 40 લાખ ડોઝને આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. રશિયન રાજદૂત નિકોલાય કુદશેવે ભારત સરકારને સ્પુતનિક લાઇટની આયાત કરવાની મંજૂરી આપવાનો આગ્રહ કર્યો હતો. 


હાલ આ વેક્સીનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી નથી. દેશમાં હેટેરો બાયોફાર્મા સ્પુતનિક લાઇટનું નિર્માણ કરે છે. રશિયન વેક્સીન સ્પુતનિક લાઇટ સ્પુતનિક વીના કમ્પોનેન્ટ-1 જેવી જ છે. મહત્વનું છે કે ભારતના દવા નિયામકે એપ્રિલમાં સ્પુતનિક વીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. ત્યારબાદથી તેનો ભારતમાં ચાલી રહેલા એન્ટી કોવિડ રસીકરણમાં ઉપયોગ થઈ રહ્યો છે.