ભારત, ચીન, રશિયા વાયુ પ્રદૂષણ માટે જવાબદાર : ટ્રમ્પ

October 17, 2020

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે આજે હવા પ્રદૂષણ મુદ્દે ભારતને વધુ એક વખત અડફેટે લીધું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે હવા પ્રદૂષણ માટે ભારત, ચીન અને રશિયા જેવા દેશો જવાબદાર છે. દેશો હવામાં જે ફાવે ઠાલવ્યા કરે છે. બાકી અમેરિકાની હવા તો શુદ્ધ છે અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે પણ અમેરિકાનું પ્રદર્શન પ્રસંશનિય છે, એવુ સર્ટિફિકેટ ટ્રમ્પે પોતાને આપી દીધું હતુસ્ટ નોર્થ કેરોલિનામાં રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે પોતાના કાર્યકાળ દરમિયાન અમેરિકાએે ક્લિન એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું છે. હકીકત છે કે પેરિસ પર્યાવરણીય સંધિમાંથી અમેરિકાનું નામ ટ્રમ્પે 2017માં પાછુ ખેંચી લીધું હતું. વખતે પર્યાવરણ મુદ્દે ટ્રમ્પની બેજવબદારી જગત સમક્ષ જાહેર થઈ ગઈ હતી. વખતે ટ્રમ્પે કારણ આપ્યું હતું કે આવી આંતતરાષ્ટ્રીય પર્યાવરણીય સંધિઓમાં આપણે અબજો ડૉલર ખર્ચીએ છીએ અને તેનો લાભ ભારત-ચીનજેવા દેશો ઉઠાવે છેટ્રમ્પે કહ્યું હતું કે પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ મુકવાની ફેશન થઈ ગઈ છે. પણ શું આપણે જેના વડે ડ્રિંક્સ પીએ છીએ સ્ટ્રો ક્યારેય કાગળની હોઈ શકે? એમ કહીને ટ્રમ્પે પ્લાસ્ટીક પ્રતિબંધ મુકનારા ભારત સહિતના દેશોની મજાક કરી હતી.