આજે ભારત બંધ: બેન્કિંગ- ટ્રાન્સપોર્ટથી લઇ શું પડશે અસર

January 08, 2020

નવી દિલ્હી :  દેશનાં 10 ટ્રેડ યુનિયન અને બેન્કોનાં 6 યુનિયન સહિત વિદ્યાર્થી સંગઠનો, ખેડૂતો અને મજૂર સંગઠનો દ્વારા બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધમાં 25 કરોડ લોકોથી વધુ જોડાશે તેવી ધારણા છે. બેન્કો બંધ રહેવાથી એટીએમના વ્યવહારને પણ માઠી અસર પડશે. તમામ સંગઠનોએ સરકારની શ્રમિક વિરોધી નીતિના વિરોધમાં તેમજ તેમની માગણીઓના સંદર્ભમાં હડતાલનું યોજવાનું નક્કી કર્યું હતું. મોટાભાગનાં ટ્રેડ યુનિયનોએ લોકોને આ હડતાલમાં જોશ અને જુસ્સા સાથે જોડાવાની અપીલ કરી હતી. બુધવારે રાત્રે 12 કલાકથી 24 કલાક માટે હડતાળ શરૂ થશે. કામદાર સંઘોએ જેએનયુ હિંસા સામે વિદ્યાર્થીઓને તેમનો ટેકો જાહેર કર્યો છે.

INTUC, AITUC, HMS, CITU, AIUTUC,TUCC, SEWA, AICCTU, LPF, UTUC તેમજ અન્ય કેટલાક સેક્ટરલ સ્વતંત્ર ફેડરેશનો હડતાલમાં જોડાશે. સરકારની શ્રમિક વિરોધી નીતિ તેમજ અન્ય માગણીઓના ટેકામાં તેઓ હડતાળ પાડશે.