ભારતને મળ્યા વધુ પાંચ રાફેલ વિમાન, ઓક્ટોબરમાં લવાશે સ્વદેશ

September 28, 2020

નવી દિલ્હી : ફ્રાંસે ભારતને વધુ પાંચ રાફેલ જંગી વિમાન સોંપી દીધા છે. ઓક્ટોબરમાં બીજી બેચના આ પાંચ રાફેલ વિમાન ભારત પહોંચશે. આને પશ્ચિમ બંગાળમાં કલઈકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. જે ચીન સાથે લાગેલી પૂર્વી સરહદની સુરક્ષા કરશે.

રાફેલની પહેલા બેચમાં સામેલ પાંચ વિમાનોને 10 સપ્ટેમ્બરે એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. રાફેલની તૈનાતી અંબાલા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવી છે. રાફેલનો અફઘાનિસ્તાન, લીબિયા, માલી અને ઈરાકમાં ઉપયોગ કરાઈ ચૂક્યો છે અને હવે ભારત પણ ઉપયોગ કરશે. 4.5 ફોર્થ જનરેશનના ફાઈટર જેટ રાફેલ આરબી-001થી 005 સીરિઝના હશે.

અંબાલા એરફોર્સ સ્ટેશનમાં રાફેલની તૈનાતી માટે એક એવી સ્કવાડ્રનને જીવિત કરવામાં આવી છે, જેણે એરફોર્સે સમાપ્ત કરી દીધો હતો. આ સ્ક્વાડ્રનનું નામ છે 17 ગોલ્ડન એરો. ગયા વર્ષે વાયુસેનાના પૂર્વ અધ્યક્ષ બીએસ ધનોઆએ આને જીવિત કરી હતી અને હવે આ સ્કવાડ્રન અંબાલામાં રાફેલની કમાન સંભાળી રહ્યા છે.

આમ તો આ સ્ક્વાડ્રનની રચના 1 ઓક્ટોબર 1951માં કરવામાં આવી હતી પરંતુ મિગ-21 વિમાનોના બેડાથી બહાર હોવાની સાથે-સાથે વર્ષ 2016માં આ સ્કવાડ્રનને પણ સમાપ્ત કરી દીધા હતા. હવે આ ગૌરવશાળી સ્ક્વાડ્રનને સૌથી જોખમી યુદ્ધ વિમાન રાફેલ માટે ફરીથી વઝૂદમાં લાવવામાં આવ્યા છે.

રાફેલ એરક્રાફ્ટ સરહદ પાર કર્યા વિના દુશ્મનના ઠેકાણાને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા રાખે છે. એર સ્પેસ વિના બોર્ડર ક્રોસ કરવામાં આવેલા રાફેલ પાકિસ્તાન તરફ અને ચીનની અંદર 600 કિલોમીટર સુધીના ટારગેટને સમગ્ર રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે.

અંબાલાથી 45 મિનિટમાં બોર્ડર પર રાફેલની તૈનાતી અને ફરી ત્યાંથી ટારગેટ લોકેટ કરીને પાકિસ્તાન અને ચીનમાં ભારે તબાહીની વ્યવસ્થા ઈન્ડિયન એરફોર્સે કરી દીધી છે. એર-ટુ-એર અને એર-ટુ-સરફેસ મારક ક્ષમતામાં સક્ષમ રાફેલની રેન્જ આમ તો 3700 કિલોમીટર બતાવવામાં આવી રહી છે.

આ વિમાનને હવામાં જ રિફ્યુલ કરવામાં આવી શકે છે. તેથી આની રેન્જ નિર્ધારિત રેન્જથી ક્યાંક વધારે વધારવામાં આવી શકે છે. એટલે જરૂર પડી તો રાફેલ દુશ્મનના વિસ્તારની અંદર જઈને 600 કિલોમીટર કરતા પણ વધારે અંતરથી તાબડતોડ એર સ્ટ્રાઈક કરી શકે છે.