73 વર્ષ પછી ભારતે બેડમિન્ટનમાં રચ્યો ઈતિહાસ

May 15, 2022

બેંગકોક : ઈન્ડિયન બેડમિન્ટન ટીમે બેંગકોકના ઇમપેક્ટ એરેના ખાતે રમાયેલી થોમસ કપ(બેડમિન્ટનના વર્લ્ડ કપ)ની ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે આ ટાઈટલ મેચમાં 14 વારની ચેમ્પિયન ઈન્ડોનેશિયાને 3-0થી હરાવી દીધી છે. આ ટૂર્નામેન્ટના 73 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારત થોમસ કપના ફાઈનલ સુધી પહોંચ્યું હતું. ભારતે આ મેચ બેસ્ટ ઓફ 5 ફોર્મેટમાં 3-0થી જીતી લીધી છે. ભારતે સિંગલ્સ, ડબલ્સ પછી બીજી સિંગલ્સમાં પણ જીત મેળવી હતી. જેમાં કિંદામ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવ્યો હતો.