કરપ્શન ઇન્ડેક્સમાં ભારત 80મા ક્રમે

January 25, 2020

દાવોસ : ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લાં એક વર્ષમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. 180 દેશોમાં વિવિધ માપદંડો પ્રમાણે તૈયાર થયેલા અહેવાલમાં ભારતને 80મો નંબર મળ્યો છે. ગયા વર્ષે ભારત 78મા ક્રમે હતું. 2019માં ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાની નોંધ અહેવાલમાં થઈ હતી.

ડેમોક્રેસી ઈન્ડેક્સમાં 10 સૃથાન પાછળ ધકેલાયા પછી હવે ભારત ભ્રષ્ટાચારના ઈન્ડેક્ષમાં પણ પાછળ હડસેલાયું છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના નવા ભ્રષ્ટાચાર અનુભવ સૂચકાંકમાં ભારતને 80મો ક્રમ મળ્યો હતો. એક વર્ષમાં ભારત બે ક્રમ પાછળ ધકેલાયું છે. ગયા વર્ષે ભારતનો ક્રમ 78મો હતો.

સૌથી ઓછા ભ્રષ્ટ દેશોમાં ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, ફિનલેન્ડ, સિંગાપોર, સ્વીડન પહેલાં પાંચ ક્રમે હતા. એટલે આ દેશોમાં નહીંવત ભ્રષ્ટાચાર  થાય છે. જ્યારે સૌથી વધુ ભ્રષ્ટ દેશોમાં ભારત, ચીન, બર્લિન, ઘાના, મોરોક્કો, પાકિસ્તાનનો સમાવેશ થયો હતો.

ભારતને આ અહેવાલમાં 41 પોઈન્ટ્સ મળ્યા હતા. આ માપદંડોમાં અલગ અલગ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે, જેમ કે કેમ્પેઈનમાં કેટલી ટ્રાન્સપરન્સી રાખવામાં આવે છે. સરકાર ધનવાનોના ઓપિનિયનને કેટલું મહત્વ આપે છે. સામાન્ય લોકોના કાર્યો કેટલી ઝડપથી થાય છે તે બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. 

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે દાવોસના વાર્ષિક સંમેલનમાં આ અહેવાલ રજૂ કર્યો હતો. સૌથી ઈમાનદાર દેશ ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, ફિનલેન્ડની અહેવાલમાં પ્રશંસાકરવામાં આવી હતી.

ભારતના ક્રમમાં છેલ્લાં થોડાંક વર્ષોથી સતત ચડઉતર થાય છે. જેમ કે, 2018ના વર્ષનો અહેવાલ 2019માં આવ્યો ત્યારે 78મો ક્રમ હતો. 2017માં 40 પોઈન્ટ્સ સાથે 81મો ક્રમ હતો. 2016માં ભારતને 79મો ક્રમ અપાયો હતો. ભારતના સૃથાનમાં એક-બે ક્રમનો ફેરફાર રહે છે. એનો આૃર્થ એ કે ભારતમાં ભ્રષ્ટાચારની સિૃથતિમાં બહુ ફરક પડયો નથી.