ભારતે શ્રીલંકાને ૩ વિકેટે હરાવી શ્રોણી જીતી

July 21, 2021

કોલંબો: દીપક ચહરે નોંધાવેલી મેચવિનિંગ અડધી સદીની મદદથી ભારતે અહીં રમાયેલી બીજી વન-ડેમાં શ્રાીલંકાને ત્રણ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રોણી ૨-૦થી જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર શ્રાીલંકાએ નવ વિકેટે ૨૭૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે ૪૯.૧ ઓવરમાં સાત વિકેટે ૨૭૭ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. દીપકે ૮૨ બોલમાં સાત બાઉન્ડ્રી અને એક સિક્સર વડે ૬૯ રન બનાવ્યા હતા.  ભારતની ઇનિંગ્સમાં સૂર્યકુમાર યાદવે પણ ૪૪ બોલમાં ૫૩ રન ફટકાર્યા હતા. ઓપનર ફર્નાન્ડો અને મિનોદ ભાનુકાએ પ્રથમ વિકેટ માટે ૭૭ રનની ભાગીદારી નોંધાવીને શ્રીલંકા સામે શાનદાર શરૂઆત કરી હતી. ફર્નાન્ડોએ ૭૧ બોલમાં ૫૦ તથા ભાનુકાએ ૪૨ બોલમાં ૩૬ રન બનાવ્યા હતા. ચેસ્ટર લી સ્ટ્રિટ : ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રોણી પહેલાં કાઉન્ટી સિલેક્ટ ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે નવ વિકેટે ૩૦૬ રન નોંધાવ્યા હતા. લોકેશ રાહુલે ૧૫૦ બોલમાં ૧૧ બાઉન્ડ્રી અને એક સિક્સર વડે ૧૦૧ રન બનાવ્યા હતા.  રવીન્દ્ર જાડેજાએ ૧૪૬ બોલમાં ૭૫ રન બનાવીને ટેસ્ટ ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો.