ભારતીય ક્રિકેટર અને બોલીવુડની અભિનેત્રી આથિયા શેટ્ટી કાલે સાત ફેરા લેશે

January 22, 2023

મુંબઈઃ ભારતીય ક્રિકેટર અને બોલીવુડની અભિનેત્રી આથિયા શેટ્ટી કાલ એટલે કે 23 જાન્યુઆરીએ સાત ફેરા લેશે. આ કપલ ખંડાલામાં સ્થિત સુનીલ શેટ્ટીના બંગલામાં હંમેશા એકબીજાના થઈ જશે. રાહુલ અને આથિયાના લગ્નમાં આવનારા મહેમાનોને ફંક્શનમાં મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવશે નહીં.

લગ્નમાં માત્ર 100 મહેમાનો સામેલ થશે.  રિપોર્ટ અનુસાર લગ્ન દરમિયાન તમામ મહેમાનોના સેલફોન જપ્ત કરવામાં આવશે. લગ્નમાં કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. આ સિવાય બોલિવૂડની કોઈ સેલિબ્રિટી અને ક્રિકેટર લગ્નમાં સામેલ થશે નહીં.