ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે મુંબઈમાં લગ્ન કર્યા; સોશિયલ મીડિયામાં દુવાઓની તસવીરો મૂકતાં ફેન્સ ભડક્યા

July 17, 2021

મુંબઈ : ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ પોતાની ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે મુંબઈમાં લગ્ન કરી લીધા છે. તેણે આ વિશેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા આપી છે. એ પછી લોકોએ તેને શુભકામનાઓ આપી હતી. આ લગ્ન હિન્દુ-મુસ્લિમ રીત-રિવાજો મુજબ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે શિવમ દુબે ટીમ ઇન્ડિયા તરફથી એક વન-ડે અને 13 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.

શિવમ દુબેએ પોતાના ટ્વિટર પર પોતાના લગ્નના ફોટોઝ શેર કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે ' અમે પ્રેમથી પ્રેમ કર્યો, જે મહોબ્બતથી વધારે હતો અને હવે અમારી હંમેશાંની જિંદગીની શરૂઆત થાય છે, જસ્ટ મેરિડ 16-07-2021'