ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમનો ખેલાડી કેન્ટીનમાં કરે છે વેઇટરની નોકરી
August 29, 2022

નવસારી: જન્મથી પગમાં ખોડ હોવા છતાં નવસારીના ઈમરાન મલેકે સતત મહેનત થકી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટમાં ભારતનો પરચમ લહેરાવ્યો છે. પરંતુ ભારતીય ક્રિકેટરોની જાહોજલાલીથી વિપરીત આ દિવ્યાંગ ક્રિકેટર કેન્ટીનમાં વેઈટરની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબુર છે.
નવસારીની ખાનગી હોસ્પિટલની કેન્ટીનમાં ગ્રાહકોને ચા-નાસ્તો સર્વ કરી રહેલો આ દિવ્યાંગ યુવાન ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ક્રિકેટર છે. નવસારીનો આ દિવ્યાંગ ઈમરાન મલેક પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચમાં મેન ઓફ મેચ રહ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી ચુક્યો છે. પરંતુ બદનસીબી એ છે કે સંયુક્ત પરિવારમાં રહીને ભારત માટે રમતો આ ક્રિકેટર પોતાનું ગુજરાન ચલાવવા 12 હજાર રૂપિયાની વેઈટરની નોકરી કરી રહ્યો છે. ઈમરાનને જન્મજાત ડાબા પગમાં એડી ન હતી. જેથી ઈમરાન પોતાના પગ પર ચાલતો થાય એ હેતુથી બાળપણમાં બે ઓપરેશનો થયા, જેમાં વાંકો પગ થોડો સીધો થયો, પણ પગમાં કાયમી ખોડ રહી ગઈ.
જોકે ઈમરાને પોતાની ખોડને ભૂલી દોડવાની કોશિશ કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમી પોતાની સક્ષમતા સાબિત કરી. બે બાળકોનો પિતા દિવ્યાંગ ઈમરાન આગામી ઓક્ટોબરમાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તૈયારી કરી રહ્યો છે. જોકે ઈમરાન સરકારી સહાય મળવા સાથે જ સરકારી નોકરી મળે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની રમતને ઓર નિખારી શકે એવી આશા સેવી રહ્યો છે.
Related Articles
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્યું, અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા આવી શકે
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્ય...
Feb 02, 2023
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી - અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચ્યા
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિર...
Jan 31, 2023
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હર...
Jan 29, 2023
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ દેખાયું:પોર્ટુગલની લીગમાં સામે આવ્યું, જાણો શા માટે ઉપયોગ કરવામાં આવ્યું
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ...
Jan 26, 2023
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, મહિલાઓમાં મેક્ગ્રા
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો...
Jan 25, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023