ન્યુયોર્કમાં ભારતીય શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલો, મુક્કા માર્યા અને પાઘડી પાડી દીધી

January 08, 2022

ન્યૂયોર્ક- ન્યૂયોર્કમાં જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર એક અજ્ઞાત વ્યક્તિએ ભારતીય મૂળના એક ટેક્સી ડ્રાઈવર પર હુમલો કર્યો, એની પાઘડી પાડી દીધી અને એની વિરુદ્ધ વાંધાજનક ભાષાનો પ્રયોગ કર્યો. સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં આ ઘટના સામે આવી છે. અમેરિકામાં વંશીય રીતે પ્રેરિત હેટ ક્રાઇમનો આ વધુ એક શંકાસ્પદ કેસ છે.
નવજોત પાલ કૌરએ ટ્વીટર પર 5 જાન્યુઆરીએ 26 સેકંડનો એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં એક વ્યક્તિ એરપોર્ટ બહાર એક શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરતો દેખાઈ રહ્યો છે. કૌરે જણાવ્યું કે એરપોર્ટ પર ઉભેલા એક અન્ય વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો હતો.