ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી

October 14, 2023

પાકિસ્તાનનો સ્કોર - 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ, બાબર આઝમના 50 રન, મોહમ્મદ રિઝવાનના 49 રન
અમદાવાદઃ વર્લ્ડકપ 2023ની આજની હાઈવોલ્ટેજ મેચમાં ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય થયો છે. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ હતી, જેના જવાબમાં ભારતીય ટીમે 30.3 ઓવરમાં 192 રન બનાવી ભવ્ય જીત મેળવી છે. આ સાથે ભારતે આ વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત મેળવી છે. ભારત તરફથી રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરે ફિફ્ટી ફટકારી છે, તો બોલરોમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ પણ દમદાર પ્રદર્શન કરી 2-2 વિકેટ ઝડપી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચ વચ્ચે કોહલીએ પણ ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. વિરાટ કોહલીએ અમદાવાદમાં સૌથી વધુ 8 વન-ડે મેચ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
ભારત તરફથી રોહિત શર્માએ 63 બોલમાં 6 ફોર અને 6 સિક્સ સાથે 86 રન, શ્રેયસ ઐય્યરે 62 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે અણનમ 53 રન, કે.એલ.રાહુલે 29 બોલમાં 2 ફોર સાથે અણનમ 19 રન ફટકાર્યા છે. જ્યારે શુભમન ગીલે 11 બોલમાં 4 ફોર સાથે 16 રન, વિરાટ કોહલીએ 18 બોલમાં 3 ફોર સાથે 16 રન ફટકાર્યા છે.
ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ પણ દમદાર પ્રદર્શન કરી 2-2 વિકેટ ઝડપી છે. આજની મેચમાં બુમરાહે એક મેડન પણ નાખી છે. બુમરાહે 7 ઓવરમાં 19 રન આપી 2 વિકેટ ખેરવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તો કુલદીપ યાદવે 10 ઓવરમાં 35 રન, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 9.5 ઓવરમાં 38 રન આપ્યા હતા.
- પાકિસ્તાન સામે ભારતની સતત 8મી જીત
ભારતનો 43 રનથી વિજય, 04.03.1992, સીડની
ભારત 39 રનથી જીત્યું, 09.03.1996, બેંગાલુરુ
ભારતની 47 રનથી જીત, 08.06.1999, માંચેસ્ટર
ભારતનો 6 વિકેટથી વિજય, 01.03.2003, સેન્ચુરિયન
ભારત 29 રનથી જીત્યું, 30.03.2011, મોહાલી
ભારતની 76 રનથી જીત, 15.02.2015, એડીલેડ
ભારતનો 89 રનથી વિજય, 16.06.2019, માંચેસ્ટર
ભારતનો 7 વિકેટે વિજય, 14-10-2023, અમદાવાદ
કોહલીએ નોંધાવ્યો આ રેકોર્ડ