સ્વદેશી વેક્સિનથી શેરમાર્કેટમાં 100% તેજી, સેન્સેક્સ 90% અપ, 1 કરોડ લોકોએ ખોલ્યા એકાઉન્ટ

January 13, 2021

ભારતમાં કોરોનાની સ્વદેશી વેક્સિન (Corona Vaccine) આવતા શેર બજારમાં (Share Market) તેજી જોવા મળી રહી છે. શેર બજારનાં એક્સપર્ટોનું કહેવું છે કે કોરોના વેક્સિન આવતા ઇન્વેસ્ટરોએ પોઝિટિવ લીધું છે. જેને કારણે શેર બજાર (Stock Market) નું માર્કેટ 100 ટકા તેજીમાં ચાલી રહ્યું છે. જો કે ગત માર્ચ મહિનામાં લાગેલી લોઅર સર્કિટ પછી હાલ સેન્સેક્સ (Sensex) 90 ટકા અપ ચાલી રહ્યું છે.


કોરોના વેક્સિનને લઈને સારા સમાચાર સામે આવ્યા બાદ છેલ્લા 15 દિવસથી શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. તેમાં પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં સ્વદેશી વેક્સિનની જાહેરાત કર્યા બાદ શેર બજાર દરરોજ હાઈ સર્કિટ મારી રહ્યું છે. શેર બજારનાં એક્સપર્ટ પરેશ વાઘાણીનું કહેવું છે કે વેક્સિન અને તેની તૈયારીઓનાં સમાચાર માર્કેટમાં આવતાં જ શેર બજારમાં રોકાણ વધી રહ્યું છે.


આ ઉપરાંત પરેશ વાઘાણીનું કહેવું છે કે, રોકાણકારોએ વેક્સિનને લઇને પોઝીટીવ લેતાં માર્કેટમાં 100 ટકા તેજી ચાલી રહી છે. ગત માર્ચ મહિનામાં શેરબજારમાં લાગેલી લોઅર સર્કિટ (Lower Circut) બાદ હવે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ પણ 90 ટકા અપ છે, જ્યારે NSEમાં 90 લાખ નવા એકાઉન્ટ ખુલ્યા છે. ડિમેટ એકાઉન્ટ 1 કરોડ જેટલાં ખુલ્યા છે, જેથી રોકાણ વધી રહ્યું છે. વિદેશનાં રોકાણકારો પણ ભારતમાં રોકાણ કરી રહ્યા છે.
કોરોના વેક્સિનેશનનો પ્રથમ તબક્કો શરૂ થવાને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ભારતની કોરોના રસી સસ્તી હોવાનું ખુદ વડાપ્રધાન પણ કહીં ચૂક્યા છે. જેથી કોરોના વેક્સિન આવતાં રોકાણકારોએ શેર બજારમાં સારૂ એવું રાકાણ કરી રહ્યા છે.