ભારત-બાંગ્લાદેશ સુપર-12 મેચ:વરસાદના કારણે મેચ રોકાઈ, જો રદ થઈ તો ભારત હારશે; સ્કોર 7 ઓવરમાં 66/0

November 02, 2022

એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશની સુપર-12ની મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉચરેલી બાંગ્લાદેશની ટીમે સારી શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં જ 60 રન ફટકારી દીધા હતા. લિટન દાસે માત્ર 21 બોલમાં જ ફિફ્ટી પૂરી કરી છે. વરસાદના કારણે અત્યારે મેચ રોકવામાં આવી છે. જો મેચ રદ્દ થઈ ગઈ તો ટીમ ઈન્ડિયાની હાર થશે. કારણ કે ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે બાંગ્લાદેશ ભારત કરતા 17 રન આગળ છે.

અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા, જેમાં આજે ફરી વિરાટ કોહલીએ 44 બોલમાં 66 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તો કેએલ રાહુલે 50 રન કર્યા હતા. સૂર્યાએ પણ 16 બોલમાં જ 30 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબે 2 વિકેટ લીધી હતી.