કેન્દ્રની વર્તમાન કોરોના રસીની નીતિથી અસમાનતા ઊભી થઇ શકે છે: સુપ્રીમ

May 04, 2021

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે રસીકરણ અને રસીની કિંમતના મામલે દખલ દેતા કેન્દ્ર સરકારને વર્તમાન કોવીડ-૧૯ વેક્સિન પ્રાઇઝીંગ પોલીસી પર ફ્ેર વિચારણા
કરવા આદેશ કર્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, 'તે હાલમાં અમલમાં રહેલી કોરોના રસી નીતિ પર ફ્ેરવિચારણા કરે, જો એવું કરવામાં નહીં આવે તો
તેનાથી અસમાનતા પેદા થશે અને લોકોના આરોગ્યના અધિકાર અંગે ખરાબ પરિણામો સામે આવશે.' ન્યાયમૂર્તિ ડી. વાઇ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ એલ.નાગેશ્વર
રાવ અને ન્યાયમૂર્તિ એસ.રવીન્દ્ર ભટ્ટની ખંડપીઠે કહ્યું કે આજની તારીખમાં વેક્સિનના ઉત્પાદકોએ બે અલગ અલગ કિંમતોનું સુચન કર્યું છે જે મુજબ કેન્દ્ર
સરકારે ખરીદી માટે ઓછી અને રાજ્ય સરકારોએ વધારે કિંમતો ચુકવવાની રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારો વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપવા અને
નવા ઉત્પાદકોને આકર્ષિત કરવાના નામે આવું કરવાથી ૧૮-૪૪ વર્ષના લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડશે. રસીકરણ લોકોની ભલાઇ માટે કરવામાં
આવી રહ્યું છે અને આ વયજૂથમાં ઘણા એવા લોકો હશે જેઓ પાસે પૈસા નહીં હોય. ત્યારે અમે વિભિન્ન વર્ગના નાગરિકો સાથે ભેદભાવ નહીં કરી શકીએ. કોર્ટે
એક સુચન તરીકે ટીપ્પણી કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને મફ્ત રસી આપે જ્યારે રાજ્ય સરકાર ૧૮ થી ૪૪ વયજુથના
લોકોની જવાબદારી વહન કરે આ અંગે બંને પરસ્પર વાતચીત કરી શકે છે. ખંડપીઠે તેમના આદેશમાં કહ્યું કે, *વર્તમાન નીતીની સંવૈધાનિકતા પર અમે કોઇ
નિર્ણાયક ચૂકાદો નથી આપી રહ્યા, પરંતુ જે રીતે હાલની નીતી તૈયાર કરવામાં આવી છે, તેનાથી સંવિધાનના અનુચ્છેદ ૨૧માં જણાવવામાં આવેલા
આરોગ્યના અધિકાર માટે નુકશાનકારક પરિણામો સામે આવશે. આ માટે અમારૂ માનવું છે કે સંવિધાનના અનુચ્છેદ ૧૪ અને ૨૧ના પાલન સાથે કેન્દ્ર સરકારે
તેમની વર્તમાન વેક્સિન પોલીસી પર ફ્રી વિચારણા કરવી જોઇએ.*