તહેવારોમાં મોંઘવારીનો માર, ખાદ્યતેલના બજારમાં અવિરત તેજીનો તોખાર

October 09, 2022

રાજકોટમાં ખાદ્યતેલના બજારમાં અવિરત તેજીનો તોખાર જોવા મળ્યો છે. જેમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.25નો વધારો કરવામાં આવ્યો છે. તેમજ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2925એ પહોંચ્યો છે. તથા કપાસીયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. તથા કપાસીયા તેલના ડબ્બાના ભાવ રૂ.2280થી 2315એ પહોંચ્યો છે. બે દિવસમાં કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબે રૂ.45નો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે ખાદ્યતેલના બજારમાં અવિરત તેજીનો તોખાર છે. જેમાં સિંગતેલનો ડબ્બો 3000 તરફ ગતિ કરવા લાગ્યો છે. તથા સિંગતેલના ડબ્બાના ભાવમાં 25 રૂપિયાનો વધારો થતાં ડબ્બો હવે 2925 એ પહોંચ્યો છે. તેમજ કપાસીયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. તેથી ડબ્બો 2285 થી 2315 સુધી પહોંચ્યો છે.