IPL 2021: કોહલીનું સપનું રોળાયું, કોલકાતા નાઇટ રાઇડર્સનો વિજય

October 12, 2021

દુબઈઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે એલિમિનેટર રાઉન્ડ જીતવા માટે મરણિયો જંગ ખેલાયો હતો જેમા વિરાટ કોહલીનું સપનુંં રોળાયું છે અને કોલકાતા નાઇટ રાઇડર્સનો વિજય થયો છે. આ મેચમાં વિજેતા માટે આઈપીએલની ફાઇનલમાં પહોંચવાની એક તક હતી પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સનો 4 વિકેટ વિજય થતા હવે બોંગ્લોરની ટીમ IPLથી બહાર થઇ ગઇ છે અને કેકેઆરની ટીમ હવે 13 ઓક્ટોબરે દિલ્હી વિરૂદ્ધ મેચ રમશે. વિરાટ કોહલીની ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે સુનિલ નરેનની ઘાતક બૉલિંગ સામે કોહલીની ટીમ વધારે ટકી શકી નહતી. સુનિલ નરેદે પોતાની 4 ઑવરના સ્પેલમાં 21 રન આપીને વિરોધી ટીમની મોટી વિકેટો ખેરવી નાંખી હતી. જોકે નિર્ધારિત 20 ઓવરમાં બેંગ્લોરની ટીમે 138 રન બનાવ્યા હતા. કોલકાતાની ટીમે પણ ટાર્ગેટનો પીછો કરતા શાનદાર શરૂઆત કરી હતી અને 19.4 ઓવરમાં જ 139 રન બનાવી લીધા હતા. કોલકાતાએ 4 વિકેટે આ મેચ જીતી લીધી હતી.
નોંધનીય છે કે આઈપીએલ બાદ કેપ્ટન્સી છોડી દેવાની જાહેરાત કરી ચૂકેલા કોહલીની આગેવાની હેઠળ આરસીબીની ટીમ આ પહેલાં 2016માં પણ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ખિતાબ હાંસલ કરી શકી ન હતી. આ ઉપરાંત તેની આગેવાની હેઠળની આ ટીમ 2015 અને 2020માં પણ પ્લેઓફમાં પહોંચી ગઈ હતી. વિરાટ કોહલી પોતાની કેપ્ટન્સી ખિતાબ હાંસલ કરીને છોડવાનું પસંદ કરશે.