IPL 2022: પરાજય સાથે CSKની સફરનો અંત

May 21, 2022

મુંબઈ: ચેન્નઈ સુપર કિંગ્સનો ILP 2022માં અંત હાર સાથે થયો છે. ILPની સીઝન વચ્ચે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ મહેન્દ્ર ધોનીને કેપ્ટન બનાવ્યા બાદ પણ આખરે 3 લીગમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. CSKને શુક્રવારે પોતાની આખરી લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ચેન્નઈ ટીમમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ સારી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં ટીમની બેટિંગ ખોરવાઈ ગઈ અને ધોનીની ટીમ મોટો સ્કોર બનાવી શકી નહીં. મેચ બાદ કેપ્ટન ધોનીએ આ હારનું કારણ માન્યું હતું. CSKને શરૂઆતની પહેલી ઓવરમાં ઝટકો લાગી ગયો હતો. ઓપનર ઋતુરાજ ગાયકવાડ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ત્રીજા નંબરે બેંટિગ કરવા ઉતરેલા મોઈન અલીએ જોરદાર બેટિંગ કરી અને પાવરપ્લેમાં જ ચેન્નાઈનો સ્કોર 1 વિકટના નુકશાને 75 રન સુધી પહોંચી ગયો હતો. આ શરૂઆત બાદ એવું લાગી રહ્યું હતું કે, ચેન્નઈની ટીમ મોટો ટાર્ગેટ આપવામાં સફળ રહેશે પરંતુ બાકીની 14 ઓવરમાં ચેન્નઈના બેટ્સમેનો માત્ર 75 રન જ ઉમેરી શક્યા હતા. રાજસ્થાને 151 રનનો ટાર્ગેટ 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
મેચ બાદ ધોનીએ કહ્યું હતું કે, મોઈન આલી સારી બેંટિગ કરી રહ્યો હતો પરંતુ સતત પડતી વિકેટોને કારણે મોઈનને પોતાની બેટિંગની શૈલી બદલવી પડી હતી. મને લાગે છે કે, જો કોઈ બેટ્સમેન તેની સાથે વળગી રહ્યો હોત તો તે ઝડપી ગતિઓ રન બનાવવાનું ચાલુ રાખી શક્યો હોત પરંતુ જેવી રીતે અમે વિકેટ ગુમાવી, ભૂમિકા અને જવાબદારી બદલાઈ ગઈ અને તેથી અમારા માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો હતો. અમે 10થી 15 રન ઓછા બનાવ્યા હતા. ધોનીએ આગળ કહ્યું હતું કે, જો અમે પડતી વિકેટો વચ્ચે ઝડપી રન બનાવવાનુ ચાલુ રાખ્યું હોત અને એક કે બેથી વધુ વિકેટ પડી હોત તો અમે બચાવ કરી શકાય તેવો સ્કોર પણ બનાવી શક્યા નહોત. કારણ કે છેલ્લી કેટલીક ઓવરમાં ધીમી બેટિંગ જોવા મળી હતી. ધોનીઓ પોતે 28 બોલમાં 26 રન બનાવ્યા હતા.