આઈપીએલ: બુધવારે ચેન્નઇ સામે કોલકાતાની આકરી કસોટી

October 07, 2020

અબુધાબી: સ્ટાર ખેલાડીઓની હાજરી હોવા છતાં અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સનો સામનો આઇપીએલમાં બુધવારે ફોર્મ અને રિધમ હાંસલ કરી ચૂકેલી ચેન્નઇ સુપર કિંગ્સ સામે મુકાબલો થશે ત્યારે દિનેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમની આકરી કસોટી થશે. કાર્તિક કેપ્ટનશિપ કે બેટિંગ બંને મોર્ચામાં ફ્લોપ રહ્યો છે. કોલકાતાએ ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા સુકાની ઇયોન મોર્ગનને ટીમમાં રાખ્યો છે પરંતુ સુકાનીપદ કાર્તિકને સોંપ્યું છે. કાર્તિકે ચાર મેચમાં માત્ર ૩૭ રન બનાવ્યા છે અને તેના કેટલાક નિર્ણયોની આકરી ટીકાઓ પણ કરવામાં આવી છે. સુનિલ નરૈન નિષ્ફળ રહ્યો હોવા છતાં તેની પાસે સતત ઇનિંગ્સનો પ્રારંભ કરાવવામાં આવી રહ્યો છે. કોલકાતા પાસે કેટલાક સારા બેટ્સમેન તથા બોલર છે પરંતુ તેમનો યોગ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. પેટ કમિન્સનું ફોર્મ પણ ચિંતાજનક છે. ચેન્નઇની ટીમ ત્રણ પરાજય બાદ ફોર્મમાં પરત ફરી છે. ધોનીની ટીમ ટોપ-૪મા સ્થાન મેળવવા આતુર રહેશે. ધોનીએ વોટસન ઉપરનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો અને તેણે છેલ્લી મેચમાં અણનમ ૮૩ રન બનાવ્યા હતા.