IPLમાં અત્યાર સુધીમાં 19 હેટ્રિક:અમિત મિશ્રાએ 3 અને યુવરાજે 2 વાર હેટ્રિક ઝડપી

April 05, 2021

નવી દિલ્હી : IPLની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. 20 ઓવરના ફોર્મેટમાં બેટ્સમેનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ભારતીય પિચ પર ટાર્ગેટ ચેઝ કરવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેવામાં બોલર્સનો રોલ વધુ મહત્ત્વ થઈ જાય છે. ઘણા બોલર્સે લીગમાં હેટ્રિક લઈને મેચનું રૂપ જ ફેરવી નાખ્યું છે. IPLમાં કુલ 19 વખત હેટ્રિક નોંધાઈ છે. તેમાં અમિત મિશ્રાએ સૌથી વધુ 3 અને યુવરાજ સિંહે 2 હેટ્રિક લીધી છે. રસપ્રદ વાત તો એ છે કે, IPL સિવાય પાકિસ્તાન સુપર લીગ, બિગ બેશ લીગ સહિત 4 મોટી લીગમાં કુલ થઈને 17 હેટ્રિક નોંધાઈ છે. ચાલો જાણીએ એ બોલર્સ વિશે જેમણે IPLમાં હેટ્રિક લીધી છે.

બાલાજી આઈપીએલમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર છે. તેણે 2008માં પ્રથમ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે આ કારનામુ કર્યું હતું. આ સિઝનમાં વધુ 2 હેટ્રિક જોવા મળી હતી. અમિત મિશ્રાએ દિલ્હીથી રમતા હૈદરાબાદ ડેક્કન ચાર્જર્સ સામે હેટ્રિક લીધી હતી. તે જ સમયે, એન્ટિનીએ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતી વખતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે હેટ્રિક લીધી હતી.