IPL2020: સૂર્યકુમાર યાદવની દમદાર બેટિંગથી મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું, બેંગ્લોરને 5 વિકેટે ઘમરોળ્યું

October 28, 2020

આજે ઈન્ડિયન પ્રીમિયમ લીગ(IPL 2020)ની 13મી સીઝનની 48મી મેચ અબુ ધાબી ખાતે મુંબઈ ઈન્ડિયન્સ(MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) વચ્ચે રમાઈ. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને વિરાટ કોહલીની ટીમ આરસીબીને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.


RCBની શાનદાર શરૂઆત, ફિલિપ-પડિક્કલ વચ્ચે 71 રનની ભાગીદારી:

RCBની ઇનિંગની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર જોશ ફિલિપ(Josh Philippe) અને દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) વચ્ચે પહેલી વિકેટ માટે 71 રનની ભાગીદારી થઈ હતી. આરસીબીની પહેલી વિકેટ ફિલિપ તરીકે પડી. તે 24 બોલમાં 33 રન બનાવી આઉટ થયો હતો. ફિલિપની વિકેટ રાહુલ ચહરે લીધી હતી. ત્યાર બાદ 95 રનના સ્કોર પર ટીમને બીજો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. વિરાટને બુમરાહે આઉટ કર્યો હતો.