IRCTCના શેરમાં આશરે 13 ટકાનો ઉછાળો

February 15, 2020

નવી દિલ્હી:ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં ત્રણ ગણો ઉછાળો આવ્યા બાદ IRCTCના શેરમાં આશરે 13 ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીનો શેર બીએસઇમાં 11.35ટકા ઉછળીને ₹1,579.95એ બંધ આવ્યો હતો. ગુરુવારમાં શેરની તેજી સાથે કંપનીના શેરમાં ઇશ્યૂ ભાવની સરખામણીમાં 399 ટકાની તેજી આવી છે, પરંતુ હજુ ઘણા એનાલિસ્ટ્સ માને છે કે શેરનો ભાવ વાજબી છે. IRCTCનું લિસ્ટિંગ 14 ઓક્ટોબર 2019ના રોજ થયું હતું. IPOમાં શેરનો ઇશ્યૂ ભાવ ₹320 હતો. કંપનીનો આઇપીઓ 112 ગણો છલકાયો હતો.

ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 179.65ટકા ઉછળીને ₹205.80 કરોડ થયો હતો. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹73.59 કરોડનો નફો કર્યો હતો. જાહેર ક્ષેત્રની આ કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 64.59 ટકા વધીને ₹715.98 કરોડ થઈ હતી. મજબૂત રિઝલ્ટને પગલે કંપનીના શેરમાં ભારે ખરીદી થઈ હતી.