ISRO સૌથી તાકાતવર ટેલિસ્કોપ GiSAT-1ને કરશે લૉન્ચ

January 27, 2020

નવી દિલ્હી :  ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ઈસરો દેશને સૌથી શ્રેષ્ઠ ભેટ આપશે. જે ભવિષ્યમાં સુરક્ષા, હોનારત સંચાલન અને મોનિટરીંગમાં મદદ કરશે. આ સેટેલાઈટનું નામ છે (GiSAT-1). ઈસરોના સૂત્રો અનુસાર ભારત પહેલીવાર આ ઉપગ્રહ લૉન્ચ કરશે.

GiSAT-1 ઉપગ્રહ જિયોસ્ટેશનરી ઑર્બિટમાં એક જ જગ્યા પર સ્થિર રહીને માત્ર દેશની સરહદોનું મોનિટરીંગ કરશે. સાથે જ દર અડધા કલાકે સમગ્ર દેશની એક તસવીર જારી કરશે. આમ તો GiSAT-1 સેટેલાઈટનો ઉપયોગ દેશના વિકાસ કાર્યો માટે થશે પરંતુ આનાથી પાકિસ્તાન અને ચીનની સરહદો પર પણ સતત ઝીણવટપૂર્વક નજર રાખી શકાશે. પાકિસ્તાનથી થનારી ઘૂસણખોરી અને હલચલ પર સીધી નજર રાખવામાં આવશે.