કોરોના કાળમાં સૌ 'નકાબપોશ' થતા પોલીસ માટે સીસીટીવીને આધારે ગુનેગાર શોધવો કપરું

July 07, 2020

મુંબઇ : અગાઉ કોઇ અપરાધનું રહસ્ય ઉકેલવા તથા અપરાધીના સગડ મેળવવા પોલીસ નજરે જોનનારા સાક્ષી તથા અપરાધી દ્વારા છોડી જવાયેલા તથા અન્ય સાંયોગિક પુરાવા પર આધાર રાખતી હતી. બાદમાં સીસીટીવી જેવાં જાપ્તો રાખવાનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો આવવા સાથે તપાસકર્તા અધિકારીઓની કામગીરી સરળ બની અનેતેમને તપાસ ક્યાંથી શરૃ કરવી તેનો મહત્વની કડી સીસીટીવી ફૂટજ દ્વારા મળવા લાગી.

પરંતુ કોવિડ-૧૯નાઉપદ્રવમાં સૌ કોઇ માસ્ક પહેરવા લાગ્યા તે સાથે મુંબઇ પોલીસ માટે પણ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ કેમેરા જેવું તપાસનુંહાથવગુ સાધન પણ કદાચ ઝાઝુ સહાયક ન રહહે અને તેમે ફરી પાછી તપાસની પરંપરાગત પદ્ધતિઓ અપનાવવી  પડે.

તાજેતરના વર્ષોમાંકોઇ અપરાધ થયાનુંનોંધાય કે દર વખતે પોલીસ સૌ પ્રથમ અપરાધના સ્થળ પરના સીસીટીવી કેમેરાના ડિજજિટલ વિડીયો રેકોર્ડર(ડીવીઆર)ની તપાસ કરે. ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારીયાએકહ્યું હતું કે જાપ્તાના ટેલિફોન  ટેપિંગ, સીસીટીવી કેમેરા જેવા  આધુનિક ઉપકરણો ઉપલબ્ધધ થવા સાતે અધિકારીઓએ મહત્વની બાતમી મેળવવા માણસ પર આધાર રાખવાનું લગભગ બંધ કર્યું હતું. પરંતુ કોવિડ-૧૦એ  એવી સ્થિતિ ઉભી કરી છે કે તેમણે ફરી પાછા માણસ પર આધાર રાખવો પડશે.

કોરોના મહામારીને કારણે અપરાધીઓને જામીન કે પેરોલ પર છોડાયા તે સાથે પોલીસની કામગીરી વધુ કપરી બની છે.  આ સંદર્ભમાં મારિયાએ જણાવ્યું હતું કે  નાના ગુનેગારોફરી પાછા ગુના કરી શકે છે. આ સ્થિતિમાં પોલીસ માટે એક માત્ર માર્ગ તેમનાઘર પર દેખરેખ રાખવાનો તથા અગાઉની જેમ બાતમીદારોનું નેટવર્ક તૈયાર કરવાનોછે.