ઈઝરાયેલમાં જેલબ્રેકઃ સુરક્ષા વ્યવસ્થાને કાળી ટીલી
October 02, 2021

- આતંકવાદના આરોપસર આજીવન કેદની સજા કાપી રહેલા 6 કેદી જેલમાંથી ફરાર
- જેલનું નિર્માણ કરનારી કંપની દ્વારા પ્રોજેક્ટ ઓનલાઈન મુકાયો અને કેદીઓએ યોજના ઘડી કાઢી
- ઈજ્જત બચાવવા ઇઝરાયેલની સિક્યુરીટી એજન્સીએ એક પછી એક 4 કેદીને પકડ્યા, હવે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા પ્રયાસો કરવા માંડ્યા છે
ઇઝરાયેલ ભૂલ સુધારીને પોતાની વ્યવસ્થા ફરી ગોઠવવા તત્પર છે. ઇઝરાયેલ-પેલેસ્ટાઇનમાં સતત ચાલી રહેલાં વિવાદ સાથે ત્યાં ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ જન્મતી આવી છે. આ સ્ટોરીઓમાંથી ફિલ્મ, વેબસીરિઝ અને નવલકથાના પ્લોટ ઘડાયાં છે. આ ઘટના પણ કંઈક એવી જ છે. ઇઝરાયેલની હાઇ સિક્યુરિટી જેલમાંથી જેવાં આ છ કેદીઓ ભાગી ગયા તે પછી ઘટનાની વાતો ચોમેર ફેલાવી માંડી. ત્યારબાદ તેટલી જ ઝડપે ઇઝરાયેલની તમામ ટોપ સિક્યુરિટી એજન્સીઓ કામે લાગી. ખુદ ઇઝરાયેલના વડાપ્રધાને આ ઘટના વિશે કહ્યું હતું કે, આ ‘ગંભીર ઘટના’ છે અને તે માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. ઇઝરાયેલ તરફથી થયેલી સૌથી મોટી ભૂલ જે સામે આવી રહી છે તે આ જેલનું નિર્માણ કરનારી કંપની દ્વારા તેનો પ્રોજેક્ટ ઓનલાઈન મુકાવાની છે. ઇઝરાયેલની પ્રિઝન ઓથોરિટીએ આ જ બાબતને સુરક્ષાની સૌથી મોટી ચૂક ગણાવી છે. ઇઝરાયેલના સુરક્ષાના મામલે ગમે તેટલાં વખાણ થતાં હોય પણ છેવટે તો માનવસહજ ભૂલ કોઈનાથી પણ થઈ શકે. આ કિસ્સામાં પણ અનેક જગ્યાએ ભૂલો થઈ છે. પ્રથમ ભૂલ તો એ કે ઇઝરાયેલ પ્રિઝન ઓથોરિટી અને પોલીસ દ્વારા અનેક વખત ચેતવણી આપવામાં આવી કે, જેલની વ્યવસ્થામાં ખામી છે. તેમ છતાં તેના પર કોઈ પગલા ન લેવાયા.
ભારત જેવા દેશમાં સામાન્ય રીતે જોવા મળતું આવું વલણ ઇઝરાયેલમાં આ વખતે જોવા મળ્યું. એ ઉપરાંત બીજી મોટી ભૂલ જે થઈ તે ગિલ્બોઆ જેલમાં. અહીં મોટું ‘ઓપરેશન’ કેદીઓએ પાર પાડી દીધું તેની ગંધ સુદ્ધાં સિક્યુરિટીને ન આવી તે આશ્ચર્ય પમાડે તેવી બાબત છે. તેમાં પણ સૌથી મોટી ભૂલ જેલમાં સિક્યુરિટી ટાવર-બેના સુરક્ષા કર્મચારીની છે, જે દિવસે આ કેદીઓ ભાગીને જેલ બહાર એક નાનકડી ટનલમાંથી નીકળ્યા તે જગ્યા જેલના સિક્યુરિટી ટાવરના કર્મચારીન નજરમાં આવે તેવી હતી. પરંતુ સુરક્ષા કર્મચારી પોતાની ફરજ છોડીને ઊંધ લેતો રહ્યો હતો. બસ આ જ બાબતનો ફાયદો ઉઠાવી કેદીઓ ફરાર થઈ ગયા. હવે કેટલી પણ હાઇસિક્યુરિટી જેલ હોય રોજબરોજ વ્યક્તિને જે દૈનિક ક્રિયા માટે જગ્યાની જરૂર રહેવાની તે રહેવાની જ. એમ અહીંયા પણ કેદીઓ અર્થે બાથરૂમ અને વૉશરૂમની વ્યવસ્થા હતી.
આ છ કેદીઓ અહીં જે બાથરૂમનો ઉપયોગ કરતા હતા. આ જ જગ્યાએ તેમણે ટનલ ખોદી છે. જેલમાં જ્યારે કેદીઓ ટનલ ખોદે ત્યારે તેઓ એ રીતે ખોદે કે, ઓછું અંતર ખોદવું પડે અને જ્યાં તેઓ નીકળે ત્યાંથી તેઓ સરળતાથી ભાગી શકે. આ બધો જ અંદાજ તેઓને જેલના મેપ ઉપરથી આવ્યો. તપાસ એજન્સીઓ અત્યારે તો એવું દૃઢ રીતે માની રહી છે કે, ભાગનારા કેદીઓ પાસે જેલનો નકશો હતો. જોગાનુજોગ આ કેદીઓની ઓરડી જેલની મુખ્ય દીવાલની નજીક પણ હતી. તેથી પણ ટનલ ખોદવામાં સરળતા રહી, જેલમાંથી ભાગી છૂટયા બાદ ક્યાં જવું અને કેવી રીતે જવું તે માટે પણ માઇક્રો લેવલનો પ્લાન કેદીઓ દ્વારા ઘડાયો હતો. હવે આ પ્લાન મુજબ બહારની કોઈ વ્યક્તિ સાથે તેઓનો સંપર્ક હોવો જોઈએ. વધુમાં આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે, તેઓને ગેરકાયદેસર રીતે એક મોબાઈલની સુવિધા મળી ચુકી હતી. મોબાઈલ કેદીઓ પાસે કેવી રીતે પહોંચ્યો તે હજુય કોયડો છે.
કેદીઓએ બાથરૂમમાંથી ટનલ બનાવવાનું નિશ્ચિત કરી દીધું અને બહાર નીકળીને કોનો સંપર્ક કરવો અને કોની સાથે ભાગવું તે પણ નક્કી કર્યુ હતુ. ટનલ ખોદવાનું કામ તો ચાલુ જ હતું. આ ટનલમાંથી જે માટી નીકળે તે કેદીઓએ ક્યાં નાંખી છે. તેનો પત્તો હજુ ઇઝરાયેલ એજન્સીને લાગ્યો નથી. માણસ નીકળી શકે તેટલી ટનલ ખોદાય ત્યારે તેમાંથી ખાસ્સી માટી નીકળે પણ તેની ભાળ સુદ્ધાં જેલ પ્રશાસનને કેદીઓએ આવવા ન દીધી. આમ બધી જ જગ્યાએ ઇઝરાયેલના જેલ પ્રશાસનની મર્યાદાઓ દેખાય છે. આ ઉપરાંત આ જેલમાં 2019-20 દરમિયાન ટ્રેનિંગ સેશન યોજાયું હતું.
ત્યારે પણ ઇઝરાયેલના પ્રિઝન ઓથોરિટીના એક અધિકારીએ નોંધ્યું હતું કે જેલના ફરતે પેટ્રોલિંગ કાર હોવી જોઈએ કે બહારના ક્ષેત્રની દેખરેખ રાખી શકે. જેલના ન્યૂનતમ સુરક્ષા માપદંડોમાં પેટ્રોલિંગ કારને જરૂરી ગણવામાં આવે છે, તેમ છતાં તેમના સૂચનની અવગણના કરવામાં આવી. આમ સામાન્ય લેખાતી ભૂલીના કારણે પૂરી ઘટના બની છે. જ્યાં ટનલ ખોદાઈ રહી હતી ત્યાં પાંચ કેર્દીઓએ આ કામ કર્યું હતું અને છઠ્ઠો કેદી જે ત્યાંથી ભાગવામાં નાસી છૂટયો તે સીનિયર મોસ્ટ ઝકરિયા ઝુબેદી હતો. ઝકરિયા ઝુબેદી બીજા સેલમાં હતો. આશ્ચર્ય એ વાતનું પણ છે કે ઝકરિયા ઝુબેદીએ એક દિવસ અગાઉ જ જ્યાં પાંચ કેદીઓ ટનલ ખોદી રહ્યા હતા તે સેલમાં જવાની અનુમતિ માંગી હતી. કોઈ જ ઝાઝી તપાસ વિના અનુમતિ અપાઈ અને બીજા દિવસે આ ઘટના બની. કેદીઓ જેલની બહાર ટનલમાંથી નીકળ્યા ત્યારે તેઓએ જેલના કપડા કાઢીને અન્ય કપડાં પહેર્યા હતાં. જેલમાંથી કેદીઓ નાસી છૂટ્યા તેની જાણ જેલ પ્રશાસનને બહારની એક વ્યક્તિએ કરી હતી. બાજુમાં આવેલા એક ખેતરમાં રાતના બે વાગે સંદિગ્ધ વ્યક્તિઓ દેખાઈ અને તે વ્યક્તિએ જેલ પ્રશાસનને જાણ કરી હતી. જે બાદ આખુ પ્રશાસન અને સરકાર હરકતમાં આવ્યા હતા.
રાતના એક વાગ્યે બનેલી આ ઘટનાની પુષ્ટિ મળસ્કે ચાર વાગ્યે થઈ. ઇઝરાયેલ-પેલેસ્ટીનીઓની જે રીતે અવિરત લડાઈ ચાલુ છે તે રીતે આ પૂરી ઘટનાને પેલેસ્ટીનીઓએ ‘હિરોઈક’ તરીકે ગણાવી. અને ઇઝરાયલની સુરક્ષાની સિસ્ટમને જે ધક્કો આપ્યો તેની ઉજવણી કરી. પેલેસ્ટાઈનની જાણીતાં ગ્રુપ હમાસે તો આને ‘ગ્રેટ વિક્ટરી’ કહી અને એવું નિવેદને આપ્યું કે અમારા સૈનિકોને જેલની અંદર પણ તમે હરાવી નહીં શકો. જો કે, તેની સામે ઇઝરાયેલે પણ જોરશોરથી આ નાસી છૂટેલાં કેદીઓની કરી ધરપકડ કરવાની કવાયત આદરી હતી. એજન્સીઓએ અત્યાર સુધી છમાંથી ચાર કેદીઓને ફરી પાછા સળિયા પાછળ ધકેલી દીધા છે. જો કે, આ પૂરી ઘટનાએ ઇઝરાયેલની સુરક્ષાના માપદંડ પર સવાલ ખડા કર્યા છે તેટલુ ચોક્કસ છે.
Related Articles
ઝવાહિરીનો ખાત્મો : નાઈન ઈલેવનના મૃતકોનું તર્પણ
ઝવાહિરીનો ખાત્મો : નાઈન ઈલેવનના મૃતકોનું...
Aug 06, 2022
લફરાંમાં પાવરધા સુષ્મિતા-લલિતની વધુ એક કહાની
લફરાંમાં પાવરધા સુષ્મિતા-લલિતની વધુ એક ક...
Jul 25, 2022
Trending NEWS

જાસૂસી જહાજ મુદ્દે ચીની રાજદૂતની શ્રીલંકાના રાષ્ટ્...
08 August, 2022

આઝાદીના 75 વર્ષની ઉજવણી કરતા ગુગલે શેર કર્યો વીડિય...
08 August, 2022

હિમાચલના ચંબામાં વાદળ ફાટવાથી ભારે નુકસાન, પુલ તૂટ...
08 August, 2022

CWG 2022: પીવી સિંધુની ગોલ્ડ માટે શાનદાર શરૂઆત, પહ...
08 August, 2022

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, ચૂ...
08 August, 2022

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આજે સંસદમાં આપવામાં આ...
08 August, 2022

સરકારે કહ્યું એક એરબેગની કિંમત 800 રૂપિયા, કંપનીઓ...
08 August, 2022

મને સુપ્રીમ કોર્ટથી કોઈ આશા નથી બચીઃ કપિલ સિબલ
08 August, 2022

બિહારમાં તૂટી શકે છે BJP-JDU ગઠબંધન:JDU-RJD 11 ઓગસ...
08 August, 2022

રાજસ્થાનઃ ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગ, 3ના મોત, 2...
08 August, 2022