જમ્મુ-કાશ્મીર: તંગધારમાં LOC પર ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, આતંકવાદી ઠાર
March 25, 2023

24 માર્ચે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે તંગધાર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને એક આતંકવાદીને ઠાર કર્યો. સેનાએ આતંકવાદી પાસેથી 200થી વધુ એકે રાઈફલ રાઉન્ડ, ત્રણ મેગેઝીન, બે ચાઈનીઝ પ્રકારના ગ્રેનેડ અને દવાઓ, ખાવાની વસ્તુઓ વગેરે સામાન કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોને તંગધાર સેક્ટરની આસપાસ શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી, ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીએ ગોળીબાર કર્યો, જે બાદ એન્કાઉન્ટરમાં એક ઘુસણખોર માર્યો ગયો. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, ઘૂસણખોરીના પ્રયાસોમાં ઘટાડો થયો હોવા છતાં, સરહદ પારથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના પ્રયાસો ચાલુ છે.
તે જ સમયે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ પાકિસ્તાનના એક ડ્રોનને તોડી પાડ્યું હતું. હકીકતમાં, શુક્રવારે BSF દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પંજાબમાં છોડવામાં આવેલી પાંચ ઑસ્ટ્રિયન બનાવટની ગ્લોક પિસ્તોલ અને 91 ગોળીઓ મળી આવી હતી. ગુરુદાસપુર સેક્ટરના મેટલા વિસ્તારમાં સવારે લગભગ 2.30 વાગ્યે હથિયારો અને દારૂગોળો છોડવામાં આવ્યો હતો. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બીએસએફના જવાનોએ ઘૂસણખોરી કરનારા ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું અને બાદમાં વિસ્તારની શોધ દરમિયાન ખેતરમાંથી એક પેકેટ મળી આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે પેકેટમાં પાંચ ગ્લોક પિસ્તોલ, 10 મેગેઝીન અને 91 ગોળીઓ હતી.
Related Articles
પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જાહેર,1 જૂલાઇથી શરૂ થશે યાત્રા
પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જા...
May 30, 2023
NPA છુપાવવા ખાનગી બેંકોની ગોલમાલ, RBI ગવર્નરે કહ્યું- નિયમોનો ખોટી રીતે ઉપયોગ ન કરે
NPA છુપાવવા ખાનગી બેંકોની ગોલમાલ, RBI ગવ...
May 30, 2023
મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની ફાઈનલ મેચ જોવા આવેલા દર્શકોના મોબાઈલ-પર્સ ચોરાયા
મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની...
May 30, 2023
ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ યાદવના ઘર સહિત અન્ય 12 સ્થળોએ દરોડા
ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસન...
May 30, 2023
કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના, પોતાના મેડલ ગંગા નદીમાં નાંખી દેવાની કરી હતી જાહેરાત
કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના, પોતાના મે...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023