જમ્મુ-કાશ્મીર : જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર શામ સોફી ઠાર, ત્રાલમાં સર્ચ ઑપરેશન જારી

October 13, 2021

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. બુધવારે અથડામણમાં સેનાએ એક ખૂંખાર આતંકીને ઠાર માર્યો. મારવામાં આવેલા આતંકવાદીની ઓળખ જૈશના ટોપ કમાન્ડર શામ સોફી તરીકે થઈ છે. 
પોલીસનુ કહેવુ છે કે સેના અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ખાસ સૂચના પર તપાસ અભિયાન શરૂ કર્યુ છે. આ દરમિયાન તિલવાની મોહલ્લામાં સેનાની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી તો છુપાયેલા આતંકવાદીઓએ તેમની પર ફાયરીંગ શરૂ કરી દીધુ ત્યાં જવાબી કાર્યવાહીમા સેનાએ શામ સોફીને ઠાર માર્યો.
તાજેતરમાં જ સેનાએ પોતાના સંયુક્ત અભિયાનમાં શોપિયામાં બે અલગ-અલગ સ્થળ પર થયેલા એન્કાઉન્ટરમાં 5 આતંકીઓનો સફાયો કર્યો હતો. તુલકાન ક્ષેત્રમાં સોમવારે કેટલાક કલાક ચાલેલા ઓપરેશન દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાં ગાંદરબલ નિવાસી મુખ્તાર અહેમદ શાહ રેહડી લગાવનાર વીરેન્દ્ર પાસવાનની હત્યામાં સામેલ હતા.
ફેરીપોરામાં વધુ એક સંયુક્ત અભિયાનમાં આતંકવાદીઓએ મંગળવારે સુરક્ષાદળની સંયુક્ત ટીમ પર ભારે ફાયરીંગ કર્યુ, જેની પર સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી અને ઓપરેશનમાં બે આતંકવાદી માર્યા ગયા.