મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે જામ્યો જંગઃ યેદિયુરપ્પાએ કહ્યું- એક ઈંચ જમીન નહીં આપીએ
January 18, 2021

બેલગામ : મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે રહેલ સીમા વિવાદફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે, તેઓની સરકાર કર્ણાટકના એ વિસ્તારોને રાજ્યોમાં સામેલ કરવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં મરાઠી ભાષાના લોકોની બહુમતી છે. તેના પર પલટવાર કરતાં કર્ણાટકના CM યેદિયુરપ્પાએ આ નિવેદન દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે, કર્ણાટકની એક ઈંચ જમીન પણ આપવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે, તેઓની સરકાર કર્ણાટકના એ વિસ્તારોને રાજ્યમાં સામેલ કરવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં મરાઠી ભાષી લોકોની બહુમતી છે. મુખ્યમંત્રી કાર્યાલયે એક ટ્વીટમાં કહ્યું હતું કે આ ઉદ્દેશ્ય માટે બલિદાન આપનાર લોકોને આ સાચી શ્રદ્ધાંજલિ હશે. મહારાષ્ટ્ર રાજ્ય ભાષાના આધાર પર બેલગામ તથા અન્ય વિસ્તારો પર દાવો કરતું આવ્યું છે. જે પૂર્વ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતા. પણ હવે કર્ણાટક રાજ્યમાં આવે છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર પલટવાર કર્યો છે. તેઓએ કહ્યું કે, આ દુર્ભાગ્યપુર્ણ છે. હું ઉદ્ધવ ઠાકરેના નિવેદનની નિંદા કરું છું. અમે આ તરફથી એક પણ ઈંચ જમીન આપવા જઈ રહ્યા નથી.
બેલગામ તથા અન્ય બોર્ડરના વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરવા માટે સંઘર્ષ કરી રહેલા ક્ષેત્રીય સંગઠન મહારાષ્ટ્ર એકીકરણ સમિતિએ એ લોકોની યાદમાં 17 જાન્યુઆરીએ શહીદી દિવસ મનાવ્યો. જે આ ઉદ્દેશ્ય માટે લડતાં 1956માં માર્યા ગયા હતા. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું.
Related Articles
ફરિદાબાદમાં ગાયનાં પેટમાંથી 71 કિલો પ્લાસ્ટિક કચરો નિકળ્યો, પ્રેગનન્ટ ગાય અને વાંછરડાનું થયું મોત
ફરિદાબાદમાં ગાયનાં પેટમાંથી 71 કિલો પ્લા...
Mar 05, 2021
રામ મંદિર નિર્માણ:70 એકર નહિ હવે 107 એકરમાં થશે રામ મંદિર પરિસર, ટ્રસ્ટે ખરીદી જમીન
રામ મંદિર નિર્માણ:70 એકર નહિ હવે 107 એકર...
Mar 04, 2021
કોરોના દેશમાં:24 કલાકમાં 18 રાજ્યોમાં સાજા થનાર કરતા નવા દર્દીઓની સંખ્યા વધારે, આજે કેજરીવાલે પણ લીધી વેક્સિન
કોરોના દેશમાં:24 કલાકમાં 18 રાજ્યોમાં સા...
Mar 04, 2021
પોલીસે સર્ચ-ઓપરેશન પૂરું કર્યું, ફોન કરી બોમ્બ મૂકવાની ધમકી આપનારની ઓળખ કરાઈ
પોલીસે સર્ચ-ઓપરેશન પૂરું કર્યું, ફોન કરી...
Mar 04, 2021
ચૂંટણી પંચે પેટ્રોલ પંપો પરથી 72 કલાકમાં PMની ફોટોવાળા હોર્ડિંગ હટાવવાનું કહ્યું; વેક્સિનેશન સર્ટિફિકેટ પર મોદીની ફોટો પર TMCને વાંધો
ચૂંટણી પંચે પેટ્રોલ પંપો પરથી 72 કલાકમાં...
Mar 04, 2021
RSS દેશભક્તિની સૌથી મોટી પાઠશાળા, રાહુલને સમજતા વાર લાગશે, ભાજપનો પલટવાર
RSS દેશભક્તિની સૌથી મોટી પાઠશાળા, રાહુલન...
Mar 03, 2021
Trending NEWS

04 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021