આસામમાં જાનૈયાઓને નડ્યો ગમખ્વાર અકસ્માત, ટ્રક અને કાર અથડાતા 5નાં મોત

November 22, 2022

આસામમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. પ્રથમ ઘટનામાં એક ઝડપી ટ્રક અને કાર સામસામે અથડાયા હતા, જેમાં 5 લોકોના મોત થયા હતા. અન્ય એક માર્ગ અકસ્માતમાં ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર સવાર 2 લોકોના મોત થયા હતા. પોલીસે મંગળવારે આ અકસ્માતોની માહિતી આપી હતી.

ભારતમાં તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો અટકી રહ્યાં નથી. NHAI અને સરકાર દ્વારા સતત નિયંત્રણમાં વાહન ચલાવવાની સલાહ આપવામાં આવે છે, તેમ છતાં માર્ગ અકસ્માતો અટકી રહ્યાં નથી. ભારતમાં, માર્ગ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે.

પ્રથમ ઘટના નવગાંવ જિલ્લામાં બની હતી, બીજી ઘટના સોનિતપુરમાં બની હતી. પોલીસે જણાવ્યું કે નવગાંવના ઉલુની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોલિયાબોરમાં NH-37 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી.

આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 5 લોકોના મોત થયા હતા. આ તમામ લોકો ગોલાઘાટના બોકાખાટથી સોનિતપુર જાન લઇને જઈ રહ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે, પરંતુ ડ્રાઈવર અને ક્લીનર ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.